રાજકોટના પેડક રોડ પર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,જેમાં મનપાના કર્મચારીઓએ ગેરકાયદે દુકાનો-મકાનો પર બુલડોઝર ફેરવીને દબાણને દૂર કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે 3 મહિના પહેલા સ્થાનિકોને ડિમોલીશન અંગે નોટિસ અપાઈ હતી.જોકે તેમ છતાં મકાનો અને દુકાનો ખાલી ન કરતા મનપાએ વિજિલન્સ સ્ટાફને સાથે રાખીને દબાણ હટાવ્યુ હતું.
રાજકોટમાં સ્થાનિકોએ ઠેર-ઠેર દુકાનો બાંધી દેવામાં આવતા ટ્રાફિકની સમસ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો જેને પગલે કાર્પોરેશન દ્વારા આજરોજ કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.આપને જણાવી દઇએ કે ગુજરાતમાં પણ ઠેક-ઠેકાણે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરેલ છે ત્યારે તંત્ર દ્વારા પણ આવા લોકો સામે લાલઆંખ કરવામાં આવી છે.