પ્રેમ મંદિરથી કણકોટ સુધીનો ૪૦ ફુટના રોડ પર કરાયેલા દબાણ પર રૂડાએ બુલડોઝર ફેરવ્યું
મોટા મવામાં રૂડા દ્વારા સતત ત્રીજા દિવસે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે ૫૦ મકાનનું દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રેમ મંદિરથી કણકોટ સુધીના ૪૦ ફૂટ પહોળા રોડ પર કરાયેલા દબાણનો બુલડોઝર ફેરવીને કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે.
રૂડા દ્વારા મોટા મવા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ડિમોલીશનની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આજે સતત ત્રીજા દિવસે પણ ડિમોલીશનની કામગીરી યથાવત રાખી પ્રેમ મંદિરથી કણકોણ સુધીના ૪૦ ફૂટ પહોળા રોડ પર કરવામાં આવેલા દબાણ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું. રૂડાએ આજની ડિમોલીશનની કામગીરીમાં ૫૦ જેટલા મકાનોના દબાણો હટાવી દીધા હતા.
૨૦ દિવસ પૂર્વે મકાન ધારકોને રૂડા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં આસામીઓ દ્વારા પોતાના કબજાના મકાનનું દબાણ હટાવવામાં ન આવતા રૂડાએ ડિમોલીશન હાથ ધરીને મકાનનું દબાણ તોડી પાડયું હતું.