પિયુષપાની હોસ્પિટલ, આઝાદ હિંદ ગોલા, ઓમ આસ્થા શરાફી મંડળી સહિતના સ્થળે માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણોનો સફાયો
કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સતત બીજા દિવસે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર માર્જીન પાકિર્ંગની જગ્યામાં ખડકાયેલા દબાણો હટાવવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૨૨ સ્થળોએ ઓટલા, છાપરા, પતરા, સાઈન બોર્ડ અને કેબીન સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ૧૫૦ ફુટ રીંગ રોડ વન-ડે, વન રોડ ઝુંબેશ અંતર્ગત ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બાકી રહી ગયેલા ગેરકાયદે બાંધકામો દુર કરવા માટે આજે સતત બીજે દિવસે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પિયુષપાની હોસ્પિટલ, ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ, પટેલ સુઝુકી, કે.તડકા, ડેડીકેટેડ એકેડમી, પટેલ પાન, ગુરુકૃપા ઈલેકટ્રોનિક, પ્રિયમ યોગા, યુ.એસ.પોલો, ઓરીયેન્ટલ કુરિયર, રામ સિરામીક, આર.કે.પ્રાઈમ-૨, આઝાદ હિંદ ગોલા, શ્રીઓમ આસ્થા શરાફી મંડળી, જે.કે.પાન, શ્રીરામ ફુડ ઝોન, હરીઓમ એન્ટરપ્રાઈઝ, સાંગાણી કોલ્ડ્રીંકસ, નચિકેતા અને ડિલકસ પાન દ્વારા માર્જીન પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકી દેવાયેલા સાઈન બોર્ડ, કેબિન, લોખંડની એન્ગ્લ, ટેબલો, ઓટા, પતરા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.