હર્ષદનગરના સાર્વજનિક પ્લોટમાં કરાયું હતું ગેરકાયદેસર બાંધકામ

ઉપલેટા શહેરના ટાગોર રોડ પર આવેલ હર્ષદનગરમાં આવેલ સર્વે નંબર 203/3 પૈકીના સાર્વજનિક પ્લોટમાં ત્રણ આસામીઓ દ્વારા અનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલ હતું જે બાદ ઉપલેટા નગરપાલિકા દ્વારા આ ત્રણેય આસામીઓને જાતે દબાણ દૂર કરવા માટે ઉપલેટા નગરપાલિકા કચેરી તરફથી નોટિસો આપવામાં આવેલ હતી પરંતુ આ દબાણકર્તાઓ દ્વારા પોતે જાતે પોતાનું ઊભુ કરેલું દબાણ અને બાંધકામ નહિ તોડતા આ ત્રણ આસામીઓ માંથી બે આસામીઓના થયેલ અનઅધિકૃત બાંધકામને તથા દબાણને ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા ગત તારીખ 10 ફેબ્રુઆરી 2021 ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવેલ હતું.

આ ત્રણ આસામીઓ માંથી બે આસામીઓના દબાણ અને બાંધકામ તોડી પાડયા બાદ બાકી રહેતું એક બાંધકામ એટલે કે મુળજીભાઈ કરશનભાઈ સંચાણિયા અને હાલના કબ્જેદાર ઈલાબેન અરવિંદભાઈ બોરસણીયા દ્વારા ધોરાજી કોર્ટમાં અરજી દાખલ કરેલ હતી જે બાદ કોર્ટમાં લેખિત જવાબ રજૂ ન થાય ત્યાં સુધી અન્ડરટેકિંગ હતું ત્યારે તારીખ ગત 9-3-2021 ના રોજ નગરપાલિકા તરફથી આ અંગેનો જવાબ રજૂ થઈ ગયેલ હોવાથી તેમજ દબાણ હટાવવા બાબતે આગળની કાર્યવાહી ન કરવા ધોરાજી નામદાર કોર્ટે તરફથી કોઈ હુકમ કરેલ ન હોવાથી આ દબાણ હટાવવાની કાર્યવાહી કરવાનો અભિપ્રાય થયેલ હતો. આ અભિપ્રાય બાદ ધોરાજી નાયબ કલેકટર તરફથી દબાણ હટાવવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત વિનામૂલ્યે ફાળવવા જાણ કરવામાં આવેલ હતો ત્યારબાદ આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા આ સાર્વજનિક પ્લોટ પર કરાયેલ દબાણ અને ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકા સ્ટાફ, ઉપલેટા પોલીસ સ્ટાફ, ઉપલેટા મામલતદાર સ્ટાફ તેમજ પીજીવિસીએલના કર્મીઓ હજાર રહ્યા હતા આને આ તમામ દબાણ અને ગેરકાયદેસર રીતે થયેલ બાંધકામ તોડી પાડવામાં આવેલ હતું અને આ સાર્વજનિક પ્લોટને ખુલ્લો મુકવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.