વોર્ડ નં.૪માં એસ.ઈ.ડબલ્યુ.એસ.ના હેતુના પ્લોટ પર ખડકાયેલું પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ જમીનદોસ્ત
કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વન વીક, વન રોડ અંતર્ગત શહેરના કુવાડવા રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૩૫ સ્થળોએ માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જયારે વોર્ડ નં.૪માં એસ.ઈ.ડબલ્યુ.એસ હેતુના પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલું પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, આજે કુવાડવા રોડ પર વન ડે, વન રોડ અંતર્ગત માર્જીનમાં ખડકાયેલા બાંધકામો દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડિલકસ ચોકમાં બજરંગ પાન, નટરાજ કોલ્ડ્રીંકસ, કુવાડવા રોડ પર આન હોન્ડા, હ્યુન્ડાઈ શો-‚મ, મહાલક્ષ્મી ડેરીની સામે, પાસે, કાઠિયાવાડી ધાબા, આડો પેડક રોડ, બેસ્ટ કોટન વર્કસ, રાજ સાઈકલ હાઉસ, સદગુ‚ સોસાયટી કોર્નર, શ્રીરાજ પંપ, ઢોસા હાઉસ, મોમાઈ શિવમ ટી સ્ટોલ, હેરી પંજાબી, પીનલ ફાઈબર, ચિરાગ સેલ્સ, એસ.બી.આઈ એટીએમ પાસે, પટેલ પાન કોર્નર, રાજ હાર્ડવેર પોઈન્ટ, પટેલ પાન કોર્નર, યશ કોલ્ડ્રીંકસ, નાગબાઈ પાન, ગુ‚દેવ પાર્ક સામે, જીજ્ઞેશ મેડિકલ કોલેજ, રાજકોટ હોન્ડા, સદગુ‚ દર્શન કોમ્પ્લેક્ષ, લાઈફ કેર હોસ્પિટલ, ચામુંડા ટી સ્ટોલ, આશાપુરા ટાયર અને ડિલકસ ચોકમાં મસ્જીદ નજીક રોડ પર માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા છાપરા, રેલીંગ, કેબિનો, ડીજીટલ બોર્ડ, હોર્ડિંગ્સ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ટીપી શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૧૪ (રાજકોટ)ના ફાઈનલ પ્લોટ નં.૪/બી (એસ.ઈ.ડબલ્યુ.એસ) હેતુના અનામત પ્લોટમાં ૧૦૦ ચો.મી. જમીનમાં ખડકાઈ ગયેલું પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ તોડી આશરે ૨૦ લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશન કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.