ડિસ્ટ્રીકટ કોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન ઉપર બીજી વખત દબાણ તાં વહીવટી તંત્રએ હાથ ધરી કાર્યવાહી: ૧૨,૫૦૦ ચો.મીટર જમીન ખુલ્લી કરાવાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઈટ નજીક ડિસ્ટ્રીકટ કોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર બીજી વખત દબાણ થઈ જતાં વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૬ ઝુંપડાને હટાવીને ૧૨૫૦૦ ચો.મી. જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ અગાઉ પણ વર્ષ ૨૦૧૮માં આ જગ્યાએ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.રૈયાના સર્વે નં.૩૧૮ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઈટ પાસે આવેલી ૧૨૫૦૦ ચો.મી. સરકારી જમીન ઉપર ખડકાયેલા ઝુંપડાના દબાણને હટાવવા માટે વહીવટી તંત્રએ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં શહેર પશ્ર્ચિમ મામલતદાર ભગોરાની આગેવાનીમાં વહીવટી તંત્રની ટીમે પોલીસને સાથે રાખી બે જીસીબી અને એક ડમ્પર વડે ૩૬ ઝુંપડાને હટાવ્યા હતા. આ જમીન ડિસ્ટ્રીકટ કોર્ટને ફાળવવામાં આવી હતી. જેમાં અગાઉ વર્ષ ૨૦૧૮માં પણ દબાણ થયું હોય. ડિમોલીશનની કાર્યવાહી કરાઈ હતી. ત્યારે ફરી બીજી વખત દબાણ થતાં આજે પણ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.