એસઇડબલ્યૂએસએચ હેતુના અનામત પ્લોટમાં બંધાઇ રહેલા રૂમનું બાંધકામ દૂર કરી 44 કરોડની 8,820 ચો.મી. જમીન ખૂલ્લી કરાવતી ટીપી શાખા
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપીના આવાસ યોજનાના અનામત પ્લોટ પર બંધાઇ રહેલા રૂમનું બાંધકામ તોડી પાડી અંદાજે 44 કરોડની કિંમતની 8,820 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશન ચુસ્ત પોલીસ અને વિજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશના પગલે આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટીપી શાખા દ્વારા શહેરના વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.19 (રાજકોટ)ના ફાઇનલ પ્લોટ નં.12/એ માં એસઇડબલ્યૂએસએચ હેતુ માટેના અનામત પ્લોટમાં ગેરકાયદે રૂમનું બાંધકામ ચાલી રહ્યું હતું. જે આજે તોડી પાડવામાં આવ્યુ હતું અને બજાર કિંમત મુજબ 44 કરોડની 8,820 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.