મહાપાલિકાનાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાનાં માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વેસ્ટ ઝોન વિસ્તારનાં વોર્ડ નં.૯, ૧૦ તથા ૧૨માં ગેરકાયદેસર દબાણ દુર કરવા ડિમોલીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રૈયા રોડ પર આવેલ શ્રીજી કોમ્પ્લેક્ષનાં દુકાનદારો દ્વારા માર્જીનમાં કરેલ છાપરા તથા પતરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટીપી સ્કીમ નં.૨૦ નાનામવા રોડ, સાંઈબાબા પાર્કની સામે કરેલું ફેન્સીંગનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ટીપી સ્કીમ નં.૨૧ બાપાસીતારામ ચોક તરફ જતા મેઈન રોડ પર જશરાજનગર શેરી નં.૪નાં ખુણે મવડી ખાતે પતરાનો કોમર્શીયલ શેડ તોડી પાડી ગેરકાયદે દબાણ હટાવાયું હતું. આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા રૂ.૭૫ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત વેસ્ટ ઝોન શાખાનાં આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર એ.એમ.વેગડ, એ.જે.પરસાણા, આર.એન. મકવાણા સહિતનાં જોડાયા હતા.