૨ ગોડાઉન, ૬ પતરાવાળી દુકાન, ૪ મકાન, ૨ રૂમ અને ૧ પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ તોડી રૂ.૧૦.૬૨ કરોડની બજાર કિંમતની ૮૫૨૫ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ
કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્વાતી પાર્ક, કોઠારીયા સોલવન્ટ, સિદ્ધિ વિનાયક સોસાયટી, મોરબી રોડ સહિતનાં વિસ્તારોમાં ૧૩ જેટલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બજાર કિંમત મુજબ રૂ.૧૦.૬૨ કરોડની ૮૫૨૫ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪, ૫ અને ૧૮માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૧૮માં સ્વાતીપાર્કમાં પાણીનાં ટાંકા પાસે બે ગોડાઉનનું દબાણ દુર કરી ૫૫૫૫ ચોરસ મીટર જમીન, કોઠારીયા સોલવન્ટ પાસે ક્ધયા શાળા નજીક ૬ પતરાવાળી દુકાનોનું દબાણ દુર કરી ૧૨૦ ચોરસ મીટર જમીન, વોર્ડ નં.૫માં સિદ્ધિ વિનાયક સોસાયટી શેરી નં.૪ની પાછળ વોંકળામાં ખડકાયેલા બે રૂમનું દબાણ દુર કરી ૫૦ ચો.મી. જમીન, વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૧૪નાં ફાઈનલ પ્લોટ નં.૪/બીમાં મોરબી રોડ જકાતનાકા પાસે ગાયત્રીપાર્ક મેઈન રોડ પર ત્રણ મકાનોનું દબાણ દુર કરી ૪૫૦ ચો.મી. જમીન
ટીપી સ્કીમ નં.૩૧નાં ઓ.પી.૫૮ સર્વે ૩૦ પૈકી અભિરામ પાર્ક રેલવેનાં પાટા પાસે ૧૫ મીટર અને ૧૨ મીટર રોડ ખુલ્લો કરાવવા માટે ૨૫૦૦ ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણો જયારે ટીપી સ્કીમ નં.૧૪નાં એફ.પી.નં.૪/બીમાં મોરબી રોડ જકાતનાકા પાસે ગાયત્રીપાર્ક મેઈન રોડ પર એક મકાન તથા અન્ય પલીન્થ લેવલ સુધીનું દબાણ દુર કરી ૧૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાંઆવી હતી. આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં ૧૦.૬૨ કરોડની બજાર કિંમતની ૮૫૨૫ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.