માન. કમિશ્નરશ્રી બન્છાનિધિ પાની સાહેબની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર શ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કીંગની સમસ્યાને અંતર્ગત માન. કમિશ્નરશ્રી દ્વારા રજૂ કરેલ એક્શન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાની સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં. ૭ માં શહેરના મુખ્ય રસ્તા પૈકીના ટાગોર રોડ પર આજ તા.૨૩/૦૮/૨૦૧૮ ગુરુવારના રોજ સવારે પાર્કીંગને અડચણરૂપ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતે દબાણ દૂર કરાવવામાં આવેલ અને જુદા-જુદા આસામીઓ પાસેથી અંદાજે રૂ।. ૪૮,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.
ક્રમ | નામ/સ્થળ | દૂર કરાયેલ દબાણની વિગત |
૧. | રજની અલ્પાહાર, લેન્ડમાર્ક બિલ્ડિંગ, એસ્ટ્રોન ચોક | પાર્કીંગની જગ્યામાં દબાણ |
૨. | રાધે ક્રિષ્ના ટી સ્ટોલ, લેન્ડમાર્ક બિલ્ડિંગ, એસ્ટ્રોન ચોક | પાર્કીંગની જગ્યામાં દબાણ |
૩. | લેન્ડમાર્ક બિલ્ડિંગ, એસ્ટ્રોન ચોક | પાર્કીંગની જગ્યામાં જાળીનું દબાણ |
૪. | સત્ય કુંજ, ટાગોર રોડ | રોડ પર પાર્કીંગ માટેની રેલીંગનું દબાણ |
૫. | મારૂતી મેનોર કોમ્પ્લેક્ષ, ટાગોર રોડ | પાર્કીંગ ૦ લેવલ કર્યું તથા સેલર ખુલ્લું કરાવ્યું |
૬. | સમર્પણ કોમ્પ્લેક્ષ, ટાગોર રોડ | પાર્કીંગમાં જાળીનું દબાણ દૂર કર્યું તથા સેલર ખુલ્લું કરાવ્યું |
૭. | એક રેકડી, ટાગોર રોડ મંગળા રોડ કોર્નર પાસે | રોડ પરની રેકડીનું દબાણ |
૮. | ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, ટાગોર રોડ | રોડ પરનું કેબીન તથા છાપરાનું દબાણ |
૯. | ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ટાગોર રોડ | પાર્કીંગની જગ્યામાં છાપરાનું દબાણ |
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના તમામ ઝોનના આસિ. ટાઉન પ્લાનર શ્રી એસ. એસ. ગુપ્તા, શ્રી આઈ. યુ. વસાવા, શ્રી વી. વી. પટેલ, આસિ. એન્જિનિયર શ્રી ઋષિ ચૌહાણ, શ્રી વિજય બાબરીયા, એડીશ્નલ આસિ. એન્જિનિયર શ્રી તુષાર એસ. લીંબડીયા, શ્રી દિલીપભાઈ પંડ્યા, શ્રી એસ. એફ. કડિયા, તથા સર્વેયર તેમજ વર્ક આસિસ્ટન્ટ હાજર રહેલ.
આ ઉપરાંત એસ્ટેટ વિભાગના આસિ. મેનેજર શ્રી બી. એલ. કાથરોટીયા તથા તેમનો સ્ટાફ, દબાણ હટાવ શાખાના અધિકારી શ્રી બી. બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ, તથા ટ્રાફિક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.