ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદે પાર્કીંગ બંધ કરાવવા મહાનગરપાલિકાના એક્શન પ્લાન અંતર્ગત થયેલ ડિમૉલિશન
માન. કમિશ્નરશ્રી બન્છાનિધિ પાની સાહેબની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર શ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કીંગની સમસ્યાને અંતર્ગત માન. કમિશ્નરશ્રી દ્વારા રજૂ કરેલ એક્શન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાની સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં. ૭ માં શહેરના મુખ્ય રસ્તા પૈકીના ડૉ. યાજ્ઞિક રોડ પર આજ તા.૧૮/૦૮/૨૦૧૮ શનિવારના રોજ સવારે પાર્કીંગને અડચણરૂપ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતે દબાણ દૂર કરાવવામાં આવેલ અને જુદા-જુદા આસામીઓ પાસેથી અંદાજે રૂ।. ૨૮,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.
ક્રમ | નામ/સ્થળ | દૂર કરાયેલ દબાણની વિગત |
૧. | રામકૃષ્ણ આશ્રમ પાછળ, વિદ્યાનગર | રોડ પર બનાવવામાં આવેલ અવેડો |
૨. | રાજપાલ નામની કેબીન, રામકૃષ્ણ આશ્રમ પાછળ, વિદ્યાનગર |
રોડ પરની કેબીન |
૩. | જાગનાથ મંદિર પાસેના ચોકમાં | પાર્કીંગની જગ્યામાં ચા વાળાનો ઓટલો તથા હંગામી છાપરૂ |
૪. | ભાટિયા મોબાઈલ, અક્ષર વત્સ બિલ્ડિંગ | પાર્કીંગની જગ્યામાં મુકાયેલ સાઈન બોર્ડ |
૫. | રૂહાની બુટિક, મીરા કોમ્પ્લેક્ષ | પાર્કીંગની જગ્યામાં મુકાયેલ સાઈન બોર્ડ |
૬. | યુનાઈટેડ કલર્સ ઑફ બેનેટન | પાર્કીંગની જગ્યામાં મુકાયેલ સાઈન બોર્ડ |
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના તમામ ઝોનના આસિ. ટાઉન પ્લાનર શ્રી વી. વી. પટેલ, શ્રી આઈ. યુ. વસાવા, એડીશ્નલ આસિ. એન્જિનિયર શ્રી તુષાર એસ. લીંબડીયા, શ્રી દિલીપભાઈ પંડ્યા તથા સર્વેયર તેમજ વર્ક આસિસ્ટન્ટ હાજર રહેલ.
આ ઉપરાંત દબાણ હટાવ શાખાના અધિકારી શ્રી બી. બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ, તથા ટ્રાફિક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.