- પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રોહી લીસ્ટેડ બુટલેગર વિરૂધ્ધ ડિમોલિશનની કાર્યવાહી કરતી પૂર્વ કચ્છ પોલીસ
- પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ જાડેજાની મિલકત પર ફર્યું બુલડોઝર
- સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીના હુકમના આધારે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
ભચાઉ: ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બોર્ડર રેન્જ ભુજ-કચ્છના IGP ચિરાગ કોરડીયા અને પૂર્વ-કચ્છના SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે કાર્યવાહી કરી છે. PI એ.એ.જાડેજાની દેખરેખમાં પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજાની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીના હુકમના આધારે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભચાઉમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના IGP ચિરાગ કોરડીયા અને પૂર્વ-કચ્છના SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એ.એ.જાડેજાની દેખરેખમાં પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજાની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
દરબારગઢ ભચાઉમાં સ્થિત અશોકસિંહની પત્ની ઈન્દ્રાબાના નામે રહેલા મકાનમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીના હુકમના આધારે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
આ મામલે વધુ માહિતી મેળવવા નાયબ પોલીસવડા સાગર સાબડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે કોલ કટ કરી દીધો હતો. દરમિયાન, ભચાઉમાં એસટી માર્ગ પર આવેલા પાર્કિંગ પ્લેસમાં દુકાનોના અતિક્રમણ સામે પણ ભાડા કચેરી કાર્યવાહી કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.
અહેવાલ: ગની કુંભાર