પોરબંદર તાલુકાના માધવપુર ગામે છેલ્લા ૪૫ વર્ષથી ઘર કરી ગયેલી ગેરકાયદે પેશકદમી હટાવવાની કામગીરી છેલ્લા પાંચેક દિવસથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલમાં અહીં ગામના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાથી અને મેળા મેદાનની જગ્યામાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે અને કેટલાંક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યું હોવાથી માધવપુરમાં ગેરકાયદે દબાણો કરનારા તત્વોમાં ભારે હડખમ મચી જવા પામી છે. અને ગેરકાયદે પેશકદમી હટાવવાની કામગીરીને લોકોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા ગેરકાયદે પેશકદમી અને દબાણો હટાવવાની કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવામા આવી રહી હોવાનું સામે આવ્યુ હોવાથી લોકોમાં ભારે આક્રોશ સાથે રોષ ફેલાયો છે.
ગામના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાથી સંપૂર્ણપણે મોટામાથાઓના ગેરકાયદે બાંધકામો અને પેશકદમી હટાવવામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાલીયાવાળી કરવામાં આવશે તો આ મુદ્દે ટુંક સમયમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,