ગૌચરની જમીન પર ખડકાયેલા દબાણ સામે પ્રાંત અધિકારી જે.કે.જેગોડાની કાર્યવાહી: ૪ ઓરડી અને એક વંડો દૂર કરાયો

IMG 20190110 WA0011

વાવડીમાં ગૌચરની જમીનમાં કરવામાં આવેલા દબાણને આજે હટાવવામાં આવ્યું હતુ પ્રાંત અધિકારી જે.કે. જેગોડાના માર્ગદર્શન ૩.૪૯ એકરમાં કરાયેલા આ દબાણ પર ડિમોલીશન હાથ ધરીને ચાર ઓરડી અને એક વંડો દૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

IMG 20190110 WA0016 2

રાજકોટ તાલુકાના વાવડી ગામે સર્વે નં. ૬ની ૩.૪૯ એકર ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણ સામે પ્રાંત અધિકારી જે.કે. જેગોડાએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ ગૌચરની જમીન ઉપરની ૪ ઓરડી અને એક વંડો હટાવી દેવામાં આવ્યો હતો. આ તકે અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખ્યો હતો. ડિમોલીશનની સમગ્ર પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.