ગુજરાત સરકારનાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા સત્તામંડળ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્રારા મોરબી જિલ્લામાં પસંદ કરાયેલા “આપદામિત્રોને ફાયરબ્રિગેડ અને ૧૦૮ ની કામગીરીનો લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી. કલેક્ટર કચેરી મોરબી દ્રારા જિલ્લાનાં તમામ આપદામિત્રો માટે આજેરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા અને ફાયર બ્રીગેડનું પ્રદર્શન રાખવામાં આવેલ હતુ. જેમાં કુલ ૩૬ આપદાયિત્ર સ્વયંસેવકો અનેGRD જવાનોને ૧૦૮ ઇમરજન્સી સેવા અને ફાયર બ્રીગેડ ની કામગીરી અને સાધનો વિશે વિગતવાર લાઇવ ડેમો સાથે સમજાવવામાં આવેલ હતું.

૧૦૮ ઇમરજન્સી સેવામાથી પૂજાબેન દ્રારા ૧૦૮ ની કામગીરી, CPR.First અશમ, ૧૦૮ ના વિવિધ ઉપકરણો વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ૧૦૮ ની નવી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ આ સાથે સ્માર્ટ ફોનના ઉપયોગથી બનાવવામાં આવેલ હતો. કોઇ ઇમરજન્સી જેવી કે, આગ લાગવી. એક્સીડેન્ટ થવો, કોઇ વ્યક્તિ પાણીમાં ડુબી જાય ત્યારે તેને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ફાયર બ્રીગેડની ટીમ માથી વસંતભાઇ અને હર્ષભાઇ દ્રારા ફાયર બ્રીગેડનાં સાધાનો શોધ અને બચાવ કામગીરી વગેરે વિશે વિસ્ત્રુત માહિતી આપવામાં આવી હતી. અંતમાં ફાયર બ્રીગેડની ટીમ દ્રારા તમામ ફાયર બ્રીગેડ્નાં સાધનોનું લાઇવ ડેમોંસ્ટ્રેશન આપવામાં આવેલ હતુ. મોરબી જિલ્લાનાં આપદામિત્રોને ડીઝાસ્ટર મેનેજમેન્ટની તમામ માહીતી મળે અને કોઇપણ આપત્તિ સમયે તંત્ર તેમજ જિલ્લાનાં રહિશો ને મદદરુપ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં ડીપીઓ  રવિકાન્ત પરમાર અને ૠછઉ શાખાના પીએસઆઇ જી.એમ. ડાંગર ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.