વડાપ્રધાન ઈમરાનની સત્તા થોપી દેવાયેલી ગણીને તેને ઉથલાવવા વિપક્ષની એકતાથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિ
બાળોતીયાનું બળેલ ભાગ્યે જ ઉગરે… પાકિસ્તાનની મથરાવટીનો ક્યારેય શાંત લોકતાંત્રીક વ્યવસ્થા લખી જ ન હોય તેમ મોટાભાગે અશાંત રહેતા પાકિસ્તાનમાં વધુ એકવાર રાજકીય કટોકટી અને અંધાધૂંધીની સ્થિતિ ઉભી થઈ છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર સામે ઉભો થયેલો વિરોધ વિપક્ષી એકતામાં પરિણમ્યું છે અને વિપક્ષી એકતાને રોકવા માટે તંત્ર અને સરકારના સહયોગીઓ હવે બેલેટ સામે બુલેટની ભાષા વાપરતા થયા હોય તેવા બનાવમાં પાકિસ્તાનના તમામ વિપક્ષોએ રવિવારે ૩ જેટલી મહા રેલીઓ યોજી હતી અને દક્ષિણ-પશ્ર્ચિમ બલુચીસ્તાનના પાટનગર કોટામાં વડાપ્રધાન ઈમરાન ખાન સામે લોક લડતનું એલાન કરી દેતા પરિસ્થિતિ વધુ ઘાતક બની છે.
આ મહિને જ પાકિસ્તાન ડેમોક્રેટીક મુવમેન્ટ પીડીએમના છત્ર હેઠળ ૧૧ વિપક્ષનું એક સંગઠન ૨૦મી સપ્ટેમબરે રચાયું હતું. ત્યારબાદ વિપક્ષની આ એકતાને રોકવા માટે જાણે કે, બોમ્બ ધડાકાનો ઉપયોગ થવા લાગ્યો હોય તેમ ગુજરાન વાલા અને કરાંચીમાં જ ઉપરા-ઉપરી બે બોમ્બ ધડાકાની ઘટના સામે આવી છે. જાહેરસભા કોટાના અયુબ સ્ટેડિયમમાં શ થતાંની સાથે જ થયેલા બોમ્બ ધડાકામાં ૩ વ્યક્તિના મોત થયા હતા અને ૭ ઘાયલ થયા હતા. ત્યારબાદ ૩૫ થી ૪૦ મીનીટ બાદ હજારી બાગમાં ધડાકો થયો હતો. મોટર સાયકલ પર વિસ્ફોટક ગોઠવી આ ધડાકો કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બોમ્બ ધડાકા છતાં પીડીએમના નેતાઓ વિરોધ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો અને પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાન અને ટોચના નેતાઓએ જનસભા સંબોધી હતી. વીડિયો લીંકથી લંડનથી આ સભાને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સંબોધીને જનરલ કમર જાવેદ બાજવા, ફૈઝ હમીદને આ પરિસ્થિતિ અંગે જવાબદાર ગણાવ્યા હતા. નવાઝ શરીફે કહ્યું કે, જનરલ બાજવા તમારે ૨૦૧૮ની ચૂંટણીમાં સંસદની ખરીદબાજી અને ઈમરાનને પ્રજાની ઈચ્છા વિરુધ્ધ વડાપ્રધાન બનાવવા અંગે પ્રજાને જવાબ આપવો પડશે. તમારી આ હરકતથી લોકો ગરીબી અને ભુખમરામાં ધકેલાયા છે. તેમણે આઈએસઆઈને પણ લોકતાંત્રીક વ્યવસ્થા સામે અવરોધ ઉભા કરવા અંગે જવાબદાર ગણ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મને ખાતરી છે કે, બંધારણનું ઉલ્લંઘન થાય છે. હું બલોચની જનતાને સાવચેત કરું છું અને આફત માટે તૈયાર રહેવા જણાવું છું. પીડીએમ ગેરબંધારણીય રીતે રચાયેલી સરકાર સામે લડત કરશે. નવાઝ શરીફે પ્રથમવાર ઉગ્ર પ્રતિભાવ આપ્યા હતા. બલુચીસ્તાનની હાલત પણ સારી નથી. મરીયમ નવાઝએ પાકિસ્તાનની કિસ્મત બદલવા બલોચોને આહવાન ર્ક્યું હતું અને કહ્યું કે, આ સરકાર લોકોને લાંબા સમય સુધી ગેરમાર્ગે નહીં દોરી શકે. બિલાવલ ભુટ્ટોએ લોકતંત્રમાં માધ્યમો અને ન્યાય તંત્રને બાનમાં લેવાની સરકારની નીતિ સામે સવાલો ઉભા કર્યા હતા. સરદાર અખતર મંગલે ખાન સરકારને ગેરકાનૂની ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ૧૯૪૭માં બલોચ સંપ્રદાયને આપેલા વચનનું પાલન કર્યું નથી. મોહસીન દાવત નામના નેતાને કોટાના એરપોર્ટ પરથી જ ઝડપી લેવાયા હતા. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દાવતની એન્ટ્રીને પ્રતિબંધીત જાહેર કરવામાં આવી હતી.પાકિસ્તાનમાં અત્યારે સ્થિતિ સંગીન બનતી જાય છે. સ્થાનિક તંત્રએ ક્યાંય પણ સભા સંબોધન ન કરવા જાહેરનામુ બહાર પાડ્યું હતું.
આતંકીઓના જનક પાકને અપાતી અબજો ડોલરની સૈન્ય સહાયતા પર અમેરિકાએ રોક લગાવી !!
આતંકવાદીઓને પનાહ દેનાર પાકિસ્તાની હરકતોથી કોઈ અજાણ નથી. આતંકવાદીઓને શરણ આપી ફંડીગ આપવાની પાકની પ્રોત્સાહનની પ્રવૃતિથી વિશ્ર્વ આખામાં તે આતંકીઓના જનેતા તરીકે ઓળખાય છે. પાકની આ જ નાપાક હરકતોને કારણે તે એફએટીએફના ગ્રે લીસ્ટમાંથી બહાર નીકળ્યું નથી. તાજેતરમાં સંયુકત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત અને ભારતીય-અમેરિકી રીપબ્લીકન પાર્ટીનાં નેતા નિકકી હેલ્લીએ પાકને અપાતી સહાયને લઈને કહ્યું છે કે, પાકિસ્તાન આતંકીઓને શરણ આપનારો દેશ છે આથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકને અપાતી અબજો પિયાની સૈન્ય સહાયતાને પ્રતિબંધીત કરી છે.
આ સાથે જ તેમણે આરોપ મુકયો કે, પાકિસ્તાની આતંકીઓ આ જ સહાયના બળ વડે અમેરિકી સૈન્યોની હત્યા કરે છે. ફિલાડેલ્ફિયામાં એક ચુંટણી કાર્યક્રમમાં સંબોધન કરતા નિકકી હેલીએ કહ્યું કે, પાકિસ્તાનને અપાતી ૩૦ કરોડ ડોલરની નાણાકિય મદદ પર અમેરિકાએ રોક લગાવી દીધી છે. જણાવી દઈએ કે નિકકી હેલ્લી મુળ ભારતીય મહિલા છે જે સાઉથ કૈજ્ઞલિનાના બે વખત ગર્વનર રહેલા છે. ઉપરાંત યુએનમાં અમેરિકાના રાજદૂત તરીકે પણ સેવા આપેલી છે અને અમેરિકામાં પ્રથમ કક્ષાના કેબિનેટ મંત્રી રહી ચુકયા છે.