ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકશાહીના આ સૌથી મોટા ઉત્સવ ચૂંટણીમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે લોકો દ્વારા અલગ-અલગ પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે કચ્છમાં દિવ્યાંગ મતદારોમાં જાગૃતતા ફેલાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણીપંચ દ્વારા ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોશાહીના આ ઉત્સવમાં દિવ્યાંગોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાઈ તે માટે કચ્છમાં ચૂંટણી આઇકોન તરીકે દિવ્યાંગ નંદલાલ છાંગાની નિમણૂક કરવામાં આવી છે.
કોણ છે નંદલાલ ??
નંદલાલ શામજી છાંગા કચ્છના રહેવાસી છે. જે એક દિવ્યાંગ છે. કચ્છના દિવ્યાંગ મતદારોને મતદાનમાં મદદ માટે તથા વધુને વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળે તથા પ્રોત્સાહન મળે તે માટે ૯૫ ટકા દિવ્યાંગતા ધરાવતા નંદલાલ શામજી છાંગાને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ચુંટણી આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.