આજે દેશમાં માત્ર ચાર લોકોની તાનાશાહી ચાલે છે: અમે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ અમને રોકવાના આવે છે : કોંગી નેતાના આકરા પ્રહારો
મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસના પ્રદર્શન પહેલા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે જે લોકતંત્ર 70 વર્ષમાં બંધાયું હતું તે આઠ વર્ષમાં નાશ પામ્યું. આજે દેશમાં લોકશાહી બચી નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં માત્ર ચાર લોકોની તાનાશાહી છે.
અમે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ અમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અમને સંસદમાં ચર્ચા કરવા દેવામાં આવી રહી નથી. તેમ તેઓએ કહ્યું હતું.
અમારી સરકારમાં સંસ્થાઓ ન્યાયી હતી
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય બંધારણીય સંસ્થાઓ નિષ્પક્ષ હતી. આના સહારે વિપક્ષ ઉભો છે, પરંતુ ભાજપ સરકારે તમામ એજન્સીઓ અને સંસ્થાઓને પોતાના કબજામાં રાખી છે.
સરકાર વિરુદ્ધ બોલે તેને કેન્દ્રીય એજન્સીઓ ડરાવે છે
કોંગ્રેસ નેતાએ કહ્યું, હું જેટલું સાચું બોલીશ, મારા પર એટલો જ એટેક થશે. પરંતુ હું મારું કામ કરીશ, હું મોંઘવારી વિશે વાત કરીશ, હું બેરોજગારીની વાત કરીશ. હું જેટલો આ બધાની વિરુદ્ધ બોલીશ તેટલો મારા પર હુમલો થશે. તેવુ ફક્ત અમારા માટે જ નથી. તેવુ દરેકની સાથે છે, જે પણ સરકાર વિરુદ્ધ બોલે છે તેને કેન્દ્રીય એજન્સીઓ ડરાવે છે. લોકો હજી આ વાત નથી સમજી રહ્યા, પરંતુ એક દિવસ તેઓ સમજી જશે.
નાણામંત્રીને મોંઘવારી દેખાતી નથી : પ્રજાને પૂછી તો જુઓ
રાહુલ ગાંધીએ કહ્યું, આજે ભારતમાં સૌથી વધુ બેરોજગારી છે. પેટ્રોલ અને ડીઝલથી લઈને દરેક વસ્તુના ભાવ વધ્યા છે, પરંતુ નાણામંત્રીને મોંઘવારીનો આંકડો દેખાતો નથી. કોઈપણ ગામ કે શહેરમાં જાઓ અને જુઓ, લોકો કહેશે કે મોંઘવારી છે. “મને લાગે છે કે નાણા પ્રધાન જે મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ વિશે વાત કરી રહ્યા છે તે કંઈક બીજું છે,” તેમણે કહ્યું. મને નથી લાગતું કે નાણામંત્રીને ભારતના અર્થતંત્ર વિશે કોઈ સમજ છે.
મારા પરિવારે વિચારધારા માટે જીવન સમર્પિત કર્યું
રાહુલ ગાંધીએ કહ્યું, આ લોકો ગાંધી પરિવાર પર શા માટે હુમલો કરે છે? કારણ કે, ગાંધી પરિવાર એક વિચારધારા માટે લડે છે. દેશમાં હિંદુ-મુસ્લિમ વિભાજિત થાય છે, ત્યારે આપણને પીડા થાય છે.
સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે, પછી આપણને પીડા થાય છે. “અમારી લડાઈ સંવાદિતા બનાવવાની છે. મારા પરિવારે આ માટે પોતાનો જીવ આપ્યો છે.
ભારતની તમામ સંસ્થાઓ આરએસએસના હાથમાં
રાહુલ ગાંધીએ કહ્યું, જર્મનીની તમામ સંસ્થાઓ હિટલરના હાથમાં હતી. તેઓ ચૂંટણી પણ જીતતા હતા. આજે ભારતની તમામ સંસ્થાઓ આરએસએસના હાથમાં છે. મને સંપૂર્ણ ફ્રેમવર્ક આપો, પછી હું કહીશ. “અમે માત્ર એક રાજકીય પક્ષ સાથે લડી રહ્યા નથી. અમે ભારતના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે લડી રહ્યા છીએ.