સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણયોની ટીકા કરનાર પૂર્વ નાણામંત્રી યશવંતસિન્હાને બીન-રાજકીય યોજનાની સ્થાપના કરી
ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા અંતે પાર્ટીથી અલગ થઈ ગયાં છે. આજે તેઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે યશવંત સિન્હાએ જણાવ્યું કે, “આજે દેશમાં લોકશાહી પર ખતરો જોવા મળી રહ્યો છે. આપણે આ સ્થિતિ અંગે મળીને વિચાર વિમર્શ કરવો જોઈએ.” યશવંત સિન્હા દેશના નાણા પ્રધાન રહી ચુક્યાં છે. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારની કાર્યશૈલી અને નીતિઓથી નારાજ જોવા મળી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ મોદી સરકાર અને ભાજપ પર શાબ્દિક પ્રહારો અને લેખિત રીતે પણ વ્યંગ કરી ચુક્યાં છે.
લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા સિનિયર લીડર અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડી દીધું છે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપની સાથે મારા તમામ સંબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરું છું.
એટલું જ નહીં મોદી સરકારના નોટબંધીના નિર્ણય અને જીએસટી લાગૂ કરવાની રીતને લઇ પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા.
સિન્હાએ આ વર્ષે ૩૦ જાન્યુઆરીના રોજ રાષ્ટ્ર મંચના નામથી એક નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંગઠન બિન-રાજકીય હશે અને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને ઉજાગર કરશે. શનિવારના રોજ કેટલાંય વિપક્ષી નેતાઓ સાથે મીટિંગ કર્યા બાદ યશવંત સિન્હાએ આ નિર્ણય લીધો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com