ચોામાસામાં ડેમના દરવાજા સરળતા જરૂરત સમયે ખોલી બંધ થાય તે માટે રી-પ્લેટ કે રીપેરીંગ કરાશે
ચોમાસાનું કાઉન્ ડાઉન શરુ થઇમ રહ્યું છે ત્યારે અગમચેતી સાવચેતીના ભાગરુપે ગીર સોમનાથ સિંચાઇ વિભાગ પૂર્વે તૈયારીઓ રુપે સજજ થઇ રહ્યું છે.
સિંચાઇ વિભાગના આસી. ઇન્જીનીયર એન.બી. સિંધલ કહે છે, હાલ હોઇસ્ટ પ્લેટફોર્મ કામ ચાલુ છે. જેમાં ડેમના ડીઝલ ઇન્જીન અને ડીઝલ હોઇસ્ટ યુનિટ, સેન્ટ્રલ ડ્રાઇવ યુનિટ, પ્લેટ બદલવાની કામગીરી હિરણ-ર ડેમ ઉપર ચાલી રહી છે.
આ માટે યાંત્રિક વિભાગના 10 તજજ્ઞ આ કામ કરી રહ્યા છે. જે કામથી ચોમાસામાં ડેમના દરવાજા સરળતા જરુરત સમયે ખોલ બંધ થાય તે માટે રી-પ્લેશ કે રીપેરીંગ કરવામાં આવે છે. જરુર પડયે ડેમના એ દરવાજાને રીપેરીંગ માટે અમદાવાદ-વર્ક શોપ ખાતે પણ મોકલાય છે.
આવા કામ સમયાંતરે અને નીરીક્ષણમાં નજરે ચઢે ત્યારે ચોમાસા પહેલા કરાતાં હોય છે. ગેટના પ્લેટફોર્મ રીપેરીંગ રીપ્લેશ કામ 31 મે સુધી જ કરવામાં આવે છે.
એન.બી. સિંધલ કહે છે કે હાલ જીલ્લા સિંચાઇ વિભાગ હસ્તક પાંચ ડેમો છે. જેમાં હિરણ-ર, હિરણ-1, સીંગવડા, રાવલ, મચ્છુંન્દ્રી
રેલડ ક્ધટ્રોલ રુમ અંગે પ્રાથમીક મીટીંગ થઇ ગઇ છે વિધીવત અમલીકરણ ફરજ ફાળવણી પ્રતિવર્ષ મુજબ તારીખ 1 જુથથી કાર્યરત થાય તે પહેલા જીલ્લા તંત્રના સંકલન સાથે મીટીંગ યોજાવાની સંભાવના છે.