પાટડી દસાડાના ધારાસભ્ય દ્વારા પાણીની વ્યવસ્થા કરવા માંગ
પાટડી દસાડા તાલુકાના ધારાસભ્યશ્રી નવસાદ ભાઈ સોલંકી દ્વારા તાત્કાલીક અસરે પાણીની વ્યવસ્થા કરવા માટેની માગણી કરવામાં આવી છે અને લખતર તાલુકાના તમામ નાનામોટા ગામડાઓમાં સમયસર અને પીવા માટેનું પાણી મળી રહે તેવી સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે તાત્કાલિક અસરે હાલમાં ઉનાળા ના કપડા સમયમાં લખતર તાલુકામાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે
કાળઝાળ ગરમી વચ્ચે સમગ્ર રાજ્યમાં પીવાના પાણીન સ્થિતિ અંગે રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવાતો કરી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના છેવાડા ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતાં જળાશયોનાં તળીયા દેખાઈ રહ્યાં છે.
સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 29 ટકા જ પાણી બચ્યુ છે આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહયુ છે અને હજુ ઉનાળાનાં દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે.