અખિલ ગુજરાત વિદ્યુત કર્મચારી સંઘના અગ્રણી મહેશ દેસાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણનું કારણ કે સંઘ દ્વારા મુકવામાં આવેલી માંગણીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તેમજ પીજીવીસીએલ દ્વારા મહદ અંશે સ્વીકારવામાં આવી છે. હજુ પણ અનેક માંગણીઓ મંજુરી પ્રક્રિયામાં છે જે ટુંક સમયમાં જ સ્વીકારી લેવામાં આવશે. એકંદરે પીજીવીસીએલના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યુ છે. જે બદલ હું તમામ કર્મચારીઓનો આભારી છું . વર્ષ ૨૦૧૯ પીજીવીસીએલના કર્મચારી તેમજ અમિલ ગુજરાત વિદ્યુત કર્મચરી સંઘ માટે ખુબ જ મહત્વપૂર્ણ હતું. ઉ૫રાંત તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં સંઘ દ્વારા જે માંગણીઓ મુકવામાં આવી હતી તે તમામ મંજુરી પ્રક્રિયા હેઠળ છે. તો વર્ષ ૨૦૧૯ નો ફાયદો વર્ષ ૨૦૨૦ માં મળશે તે સ્પષ્ટ છે તેમજ દર ત્રણ વર્ષે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અધિવેશન રાખવામાં આવે છે જેનું આયોજન આગામી તા. ૧૧-૧ર ના રોજમાં અંબાજીના ધામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત થશે તેવી આશા છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી