તા.૧૪ના રોજ સી.યુ. શશહ એન્જીનીયરીંગ કોલેજ પાસે બહેનને પરેશાન કરનારને ઠપકો આપવા ગયેલા યુવાનો પર હિતેશ્ર્વરસિંહ મોરી, જોગીરાજસિહ મોરી અને એક અજાણ્યા શખ્સ દ્વારા તલવાર, ધારીયા અને લોખંડના પાઈપ દ્વારા હુમલો કરવામાં આવેલછે. પણ હિતેશ્ર્વરસિંહના રાજકીય પીઠબળના લીધે આ એફઆઈઆરને નબળી પાડવામાં આવેલ છે.
આ અગાઉ પણ હિતેન્દ્રસિંહ ઉપર બીજા ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં પણ રાજકીય પીઠબળના લીધે પોલીસ કાર્યવાહીને નબળી પાડવામાં આવેલ છે. જેમાં બીજી એફઆઈઆરઓની નકલ બીંડાણ વિધ્ધ જોડેલી છે.
આ ગુના બાબતે અરજ કરવાની કે આ ગુનામાં ફરિયાદીઓને વધારે ઈજા થયેલ છે. તેથી કલમ ૩૧૩ ૩૨૫ લગાવેલ છે તેમાં કલમ ૩૦૭નો ઉમેરો થાય અને નિરપેક્ષ કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.