તરગાળા શેરીમાં ખખડધજ રસ્તાથી વેપારીઓ-રહેવાસીઓ ત્રાહિમામ

જસદણ ડીએસવીકે હાઈસ્કુલ સામે આવેલી તરગાળા શેરીના રહીશોએ મંગળવારે રોડ પ્રશ્ર્ને પાલિકા કચેરી ગજવી મુકી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં આવેલ તરગાળા રોડમાં બે વર્ષ પહેલા ભુગર્ભ ગટરનું કામ થતા આ રોડ તોડી નાખવામાં આવેલ હતો.

સૌથી વધુ અવર જવરવાળા આ રોડમાં રાહદારીઓ, વાહનચાલકો તથા વેપારીઓ અને રહેવાસીઓને વારંવાર તકલીફની વાત અનેકવાર જસદણ પાલિકાના સતાધીશો પાસે લેખિત મૌખિક રજુઆત કરી હોવા છતાં આ રોડ બનાવવામાં નહીં આવતા અચાનક મંગળવારે સવારે સ્થાનિકો પાલિકાએ ઘસી જઈ એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યું કે જયાં સુધી તરગાળા શેરીનો રોડ બનાવવામાં નહીં આવે તો અમો આગામી ધારાસભાની ચુંટણીના મતદાનનો બહિષ્કાર કરશું. કારણકે ખુલ્લી ગટર અને ધુળિયા રોડથી અમો ત્રાસી ગયા છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.