જિલ્લા બિલ્ડર એસોસિએશની સબ રજિસ્ટ્રારને રજૂઆત

મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલ દસ્તાવેજોની નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે.જોકે લોકડાઉનને ધ્યાને રાખીને આ કચેરીમાં ભીડ  ન થાય તે માટે ઓનલાઈન ટોકન સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.પણ ઓનલાઈન ટોકન મેળવવામાં ૧૦-૧૨ દિવસનું વેઈટીંગ આવતું હોવાથી દસ્તાવેજોની નોંધણીની કામગીરી કરવામાં અજરદારોને હાલાકી પડે છે.આ હાલાકી નિવારવા માટે મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશને સબ રજિસ્ટ્રાર.અને કલેકટરને  રજુઆત કરી છે.

મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશને રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબીમાં વિવિધ ઉધોગો મોટા પ્રમાણમાં હોય અને બાંધકામના કામો અનેક થતા હોવાથી મોરબી જિલ્લામાં સૌથી વધુ મોરબી તાલુકામાંથી મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજોની નોંધણી થાય છે અને દસ્તાવેજો નોંધણીની કામગીરી માટે આ કચેરીએ લોકોનો પણ ભારે ઘસારો રહે છે.આથી દસ્તાવેજોની કામગીરીનું ભારણ વધુ રહેતું હોય અને હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોની ભીડ ન થાય અને વારાફરતી લોકોનો વારો આવી શકે તે માટે આ કચેરી દ્વારા દસ્તાવેજોની નોંધણીની કામગીરી માટે ઓનલાઈન ટોકન વ્યવસથા શરૂ કરવામાં આવી છે.પણ ઓનલાઈન ટોકનમાં ૧૦-૧૨ દિવસનું વેઈટીંગ આવતું હોય અરજદારોને હાલાકી પડે છે.આથી દસ્તાવેજોની કામગીરી ઝડપી રીતે થઈ શકે તે માટે ઓનલાઈન ટોકન લેવા અંગે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ નંબર -૨ નું સેક્શન (લોગીંન) સત્વરે ચાલુ કરવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.