થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા
શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશીએ રાજયના હજારો થેલેસેમીયા સહિતના દિવ્યાંગોની લાગણી અને માંગણીનો પડઘો પડતા વિસ્તૃત પત્ર રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પાઠવી સમગ્ર દેશના દિવ્યાંગોના પરિવારજનો આર્થિક માનસીક સામાજીક રીતે ભાંગી ગયેલા હોય નરેન્દ્રભાઈ મોદીએ 2016ની સાલમાં વિકલાંગોની કેટેગરીમાં થેલેસેમીયા, હીમોફોલીયા, કિડની ફેઈલર સહિતના તમામ કેટેગરીના કુલ 21 વિકલાંગોને વિકલાંગ ધારા 2016માં સમાવેશ કરેલ છે.
પરંતુ છ વર્ષ થયા કેન્દ્ર સરકારે 2016ના વિકલાંગ ધારામાં સમાવાયેલા ગુજરાત રાજયના કોઈ દિવ્યાંગોને રાજય સરકારે જરૂરી પરિપત્રો, નિયમો બહાર પાડેલ ન હોઈ થેલેસેમીયા સહિતના તમામ હજારો દિવ્યાંગોને બસ પાસ, રેલવે પાસ, સરકારી નોકરીમાં ચાર ટકા અનામતનો લાભ, ઈનકમટેકસમાં રાહત, પેન્શન, વિમા યોજના, સરકારી સાધન સહાય યોજના સબસીડીવાળી લોન સહિતના આર્થિક લાભો મળતા નથી.