કચ્છ જિલ્લા કોંગ્રેસની કેન્દ્રીય તથા રાજય ચૂંટણી પંચને રજૂઆત
સરકારી કાર્યક્રમોનુ ભાજપીકરણ કરી રહેલા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્રીય તથા રાજય ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવી હતી.
કચ્છ જીલ્લાની વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ સરકારને ખુલ્લેઆમ મદદ કરી ચુંટણી કાર્યને પ્રભાવીત કરી. લોકતાંત્રીક પ્રણામી સામે બંડ પોકારનાર શખ્સો સામે રાષ્ટ્રદોહ સબબ કાર્યવાહી થવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો. રમેશ ગરવા તથા મહીલા આગેવાન અંજલી ગોર દ્વારા રજુઆત કરાઇ છે. તેઓએ રોષ યુવર્ક જણાવ્યુ હતુ કે હાલમાં કચ્છ જીલ્લામાં અબડાસા વિદ્યાનસભાની પેટાચૂંટણી યોજનાર છે. અંતર્ગત ભારતીય જનતા પક્ષનાં સંભવીત ઉમેદવાર તરીકે પ્રધ્યુમનસિંહ જાડેજા છે. જેને જીતાડવા માટે રાજયની ભાજપ સરકારનાં ઇશારે કચ્છ જીલ્લાનાં પ્રાંત અધિકારીઓ નખત્રાણા-અબડાસા ભારતીય જનતા પાર્ટીના એજન્ટની ભૂમીકા ભજવી રહ્યા છે. જે લોકતાંત્રિક વ્યવ્સથા તથા બંધારણીય પ્રણાલીને માટે ખુબ દુ:ખદ અને ગંભીર પણ છે.
ઉપરાંત દેશલપર ગુંતલી પ્રો. આરોગ્ય કેન્દ્રમાં પણ નિયમ વિરૂધ્ધ માજી ધારાસભ્યને હાજર રખાવી જીલ્લા માધ્યમીક જીલ્લા શિક્ષણ અધિકારીએ ગેરબંધારણીય અને રાષ્ટ્રદ્રોહ સમાન કાર્ય કરેલ છે જેથી સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો. રમેશ ગરવા તથા મહીલા કાર્યકર અંજલી ગોર દ્વારા કરાઇ છે.