ગજ કેશરી ફાઉન્ડેશન, ક્ષત્રિયયુવા સંગઠન દ્વારા કલેકારને રજૂઆત
એમઆરપી જવાનોની દર મહિને થતી બદલી અટકાવવા ગજકેશરી ફાઉન્ડેશન-ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે વિશેષમાં કલેકટરને રજૂઆત કરતા તેમણે વિગતો આપતા જણાવ્યુ હતુ કે ગુજરાત રાજયમાં એસ.આર.પી. જવાનો તેમના વતન અને પરિવારથી દુર રહી રાત-દિવસ પોતાની ફરજ બજાવે છે. આવા કર્મચારીઓની દર ત્રણ મહિને આંતર જીલ્લાઓમાં બદલીઓ થવાના કારણે આવા એસ.આર.પી. જવાનો પોતાના ઘર પરિવારની યોગ્ય દેખરેખ રાખી શકતા ન હોવાથી પોતે કર્મચારી કૌટુબિક કારણોસર અને ફેરબદલી કારણે માનસિક તણ અનુભવતા હોય તેમજ તેઓના બાળકોના અભ્યાસ અને સામાજિક જીવન ઉપર અસર થતી હોય જેથી એસ.આર.પી. જવાનોની દર ત્રણ મહિને થતી બદલીઓ અટકાવવા અને યોગ્ય રાહત મળે.