બાળકોને મજૂરી તરફ ધકેલાતા અટકાવવા સહિતના મુદ્દે મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

બાળકોના કલ્યાણ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા ચાઇલ્ડ રાઇટ્સ કલેક્ટિવ, ગુજરાત (સીઆરસીજી) એ માંગણી કરી છે કે રાજ્ય સરકારે તમામ સરકારી પ્રાથમિક શાળાઓની આસપાસના વિસ્તારોનું સર્વેક્ષણ કરવું જોઈએ જેથી 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ બાળ મજૂરી સહીતની પ્રવૃતિઓમાં જોડાયેલા છે કે કેમ તે અંગે તાગ મેળવી શકાય અને આવા બાળકોને શિક્ષણ આપી તેમનું ભાવિ ઉજળું બનાવી શકાય.

સીઆરસીજીએ જણાવ્યું હતું કે શિક્ષણનો અધિકાર અધિનિયમ (આરટીઈ) આદેશ આપે છે કે તમામ સરકારી પ્રાથમિક શાળાઓની આસપાસના વિસ્તારોનું સીમાંકન કરવું આવશ્યક છે અને સરકારે દરેક શાળાની આસપાસના 18 વર્ષથી નીચેના તમામ બાળકોનું સર્વેક્ષણ કરવું જોઈએ. રાજ્યના મોટાભાગના ભાગોમાં આ કવાયત હાથ ધરવામાં આવી રહી નથી અને આ સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર 18 વર્ષથી નીચેના બાળકોનું નિયમિત સર્વેક્ષણ એ નક્કી કરવામાં મદદ કરશે કે કેટલા બાળકોને શાળાઓમાં દાખલ કરવામાં આવે છે અને કેટલા બાળમજૂરી તરફ ધકેલવામાં આવે છે.

સંસ્થા અનુસાર, આરટીઈ એક્ટ એક દાયકાથી અમલમાં હોવા છતાં સરકારે પ્રાથમિક શાળાઓની આસપાસના વિસ્તારોને સીમાંકન કરવાની કવાયત હાથ ધરી નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.