પીવાના પાણીની સમસ્યા વકરતા ગ્રામજનો પરેશાન
જોડીયા ગામમાં પીવાના પાણીની હાડમારી દિવસેને દિવસે વધતી જાય છે. પુનમબહેન માડમે જોડીયા ગામ માટે નર્મદાની પાઈપલાઈનનું ઉદઘાટન કરેલ પરંતુ શોભાના ગાંઠીયા સમાન બનેલ છે. જોડીયા અછતગ્રસ્ત જાહેર થયેલ છે. જોડીયા ગામની ૧૪,૩૦૦ લોકોની વસ્તી છે તથા આશરે ૭૦૦૦ ઢોર છે. તેમાં સરકાર દ્વારા નર્મદાની પાઈપલાઈન દ્વારા વ્યકિત દિઠ ૭૦ લીટર અને ઢોર દિઠ ૩૫ લીટર પાણી દરરોજ આપવાની જોગવાઈ અને મંજુરી આપવામાં આવેલ છે.
નર્મદાની પાઈપલાઈન દ્વારા દરરોજ ફકત ૫ કલાક પાણી પુરુ પાડવામાં આવે છે. જરૂરીયાત કરતા ઘણું ઓછુ પાણી પણ સરકાર દ્વારા પુરુ પાડવામાં આવતું નથી. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પોતાના મંત્રીઓને ગામે ગામ પાણીની વ્યવસ્થા કરવા જણાવે છે
પરંતુ જોડીયાના કમ ભાગ્ય જેવો જોડીયામાં દરેક શેરી દીઠ ૨૦ દિવસે પાણી આપવામાં આવે છે. તેમજ પાણીના સપ પરથી અસામાજીક તત્વો દરરોજના આશરે ૧૦ ટેન્કર જેવું પાણી ચોરી કરે છે. તેમને તા.૩૦/૪/૨૦૧૯નાં રોજ ગામના કાર્યકર હેમતપરી મગનપરી ગોસાઈએ જનતા રેડ પાડી ટેન્કર પકડી પાડી તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તેઓ ભાદરા ગામે કામમાં છે અને કાલે અરજી આપી જાજો તેવું જણાવેલ છે. સપ પર કોઈ ચોકી જોવા મળેલ ન હતો.
મામલતદારને જાણ કરવા જતા તેઓએ જણાવેલ કે આવા કામ માટે મારી પાસે ૧૧ થી ૫ વચ્ચે અરજી દેવા આવું અત્યારે મારી પાસે આવવું જ નહીં. પોલીસ સ્ટેશને જાણ કરતા તમને હાલ ટ્રેકટર છોડી દો જવા દો તમે અમોને અરજી આપો અમો તપાસ કરીશું તેવો જવાબ આપેલ. આ ઘટના દરમ્યાન લગભગ ૨૦૦ જેટલા માણસોએ જનતા રેડ નાખેલી જેનું મોબાઈલ દ્વારા વિડીયો શુટીંગ પણ કરવામાં આવેલ છે. તેમજ સરપંચને રૂબરૂ બોલાવવામાં આવેલ છે. પાણીના સપની આસપાસ રહેવાસીઓએ જણાવેલ છે કે આ પાણી ચોરી દરરોજ થતા તેઓ જુવે છે પણ તેમની ફરિયાદ કોઈ અધિકારી કે પદાધિકારી ધ્યાને લેતુ નથી તેમ છતાં આ અંગે કોઈ પગલા ભરવામાં આવેલ નથી.
જેથી પાણી ચોરીની ઘટનાની ગંભીરતા લઈ તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગતી છે. તેમજ પાણી ચોરી રોકવા યોગ્ય પગલા ભરાય તેવી માંગણી છે. તેમજ જોડીયાને ૨૦ દિવસ પાણી મળે છે તેની બદલે બે-ત્રણ દિવસે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી સરકાર દ્વારા નર્મદાની પાઈપલાઈન દ્વારા નકકી કર્યા મુજબ યોગ્ય જથ્થામાં પાણી મળી રહે તેવી જોડીયા ગામ લોકોની માંગણી છે નહીં તો ગાંધી ચિંઘ્યા માર્ગે લોકોને નાછુટકે આંદોલનના માર્ગે જવુ પડશે તેમ હેમતપરી મગનપરી ગોસ્વામી પ્રમુખ દશનામ સમાજ જોડીયાએ જણાવ્યું હતું.