મુંબઈ દહીસર ગુજરાત સમાજના પ્રમુખે કરી રજૂઆત
મુંબઈથી સૌરાષ્ટ્રવાસીઓને માદરે વતન આવવા માટે ખાસ ટ્રેન બાંદ્રાથી મહુવા, ભાવનગર કે વેરાવળ માટે શરૂ કરવા મુંબઈ દહીસર ગુજરાતી સમાજના પ્રમુખે માંગણી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, વેરાવળ, મહુવા વિસ્તારના લોકો મુંબઈમાં સ્થાપિત થયા છે અને અઠવાડિક મહુવા બાંદ્રા ટ્રેન શરૂ હતી તે કોરોનાના કારણે મુંબઈ બાંદ્રા મહુવા ટ્રેન બંધ કરી દેવામાં આવી છે અને હાલ મુંબઈથી સૌરાષ્ટ્રમાં આવવા માટે એક પણ સીધી ટ્રેન નથી અને રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી છે સૌરાષ્ટ્રના મુસાફરોને હાલ સૌરાષ્ટ્રમાં આવવા માટે ૧૫૦૦ થી ૨૦૦૦ રુપીયા ખાનગી બસમાં ભાડા દેવા પડે છે. છતાં સમયસર ખાનગી બસ મળતી નથી સૌરાષ્ટ્ર દિવાળી કરવા અને પોતાના વતન આવા માટે મુશ્કેલી ઊભી થઈ છે મુંબઈ દહિસર વિભાગના ગુજરાતી સમાજના પ્રમુખ મનુભાઈ મહેતાએ રેલવે મંત્રી અને રેલવેના અધિકારીઓને પત્ર પાઠવી મુંબઈથી સૌરાષ્ટ્રમાં જવા માટે બાંદ્રા મહુવા કે વેરાવળ ભાવનગર અમરેલી રાજકોટ સુધી મહુવા બાંદ્રા ટ્રેન શરૂ કરવા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની એવા મનુભાઈ મહેતાએ માંગણી કરી છે.