ચેમ્બર ઓફ કોમર્સે નાયબ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ઉપલેટા શહેરમાં વધતા કેસને ધ્યાને લઇ કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
શહેરમાં છેલ્લા એક માસથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજના લગભગ ઉપલેટા શહેર તથા તાલુકાના ગામડાને લઇને ૧૫થી ૨૦ કેસની એવરેજ છે. કોરોના સંક્રમણ દિવસેને દિવસે વઘતું જાય છે. આ માટે તંત્ર દ્વારા શહેરમાં ડોર ટું ડોર તપાસ કરવામાં આવે તો કોરોનાને મહદ અંશે અટકાવવામાં સફળતા મળે અને તંત્ર દ્વારા લોકોમાં જે ડરનો માહોલ ઊભો થાય છે તે ડર એટલા માટે છે કે કોરોના સેન્ટરમાં ચાલતી સારવારના ભામક પ્રચારને દૂર કરવામાં આવે તેવું અભિયાન ચલાવવામાં આવે કારણ કે આ કોરોના સેન્ટરમાં દર્દીએ એકલા રહેવાનું હોય છે. એટાલા માટે આ ગલત પ્રચાર દિવસે ને દિવસે જોર પડકતું જાય છે. કોવિડ-૧૯ હોસ્પિટલ ઉપલેટા શહેરમાં ચાલું થાય તો તાોલુકાના ગામડાના લોકોને પણ રાહત થાય અને સગવડતા મળે ઉપલેટા તાલુકો ૬૦ ગામડા ધરાવે છે. તેમ યાદીના અંતે જણાવાયું છે.
આ તકે ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ધેરવડા, અલ્પેશભાઇ વોરા, વિઠલભાઇ સોજીત્રા, હારૂનભાઇ માલવિયા, હસુભાઇ પંડયા, નિલુભાઇ ગોંધીયા સહિત હાજર રહી નાયબ મામલતદાર પી.બી. બોરખરીયાને આવેદન પત્ર સુપ્રત કર્યુ હતુ.