નાણાકીય સહાય, સલવાયેલા નાણા સહિત ઉદભવીત થયેલી તકલીફોનું નિવારણ આવે તો ટુરીઝમ ક્ષેત્ર ફરી બેઠું થઇ શકશે!
વૈશ્વિક મહામારીના પગલે વિશ્વ આખુ ચિંતાતૂર જોવા મળી રહ્યું છે. બીજી તરફ અનેક વિધ ઉઘોગો ઉપર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. બીજી તરફ કોરોનાનાં કારણે ટુરીઝમ ક્ષેત્રને પણ માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ટુરીઝમ ક્ષેત્રને આર્થિક રીતે ઘણી પછડાટ ખાવી પડી છે. ટુરીઝમ વ્યવસાય સાથે સંકળાયેલા ઉઘોગકારો અને ટ્રાવેલ એજન્ટોની સ્થિતિમાં સુધારો કરવા સરકારને રજુઆત પણ કરવામાં આવી છે, જેમાં ક્ષેત્રને નાણાકીય સહાઇ, પ્રોત્સાહતમક યોજનાઓ બનાવી ટુરીઝમને બેઠુ કરવું જોઇએ. હાલ ટુરીઝમ ક્ષેત્રે સંકળાયેલા ટ્રાવેલ એજન્ટો પોતાનો વ્યવસાય મૂકી અન્ય વ્યવસાયમાં જોડાઇ રહ્યા છે. જે અંગે ટુરીઝમ વ્યવસાય સાથે સંકળાયેલા એજન્ટોનું શું માનવું છે? કેવી રીતે ક્ષેત્ર તે બેઠુ કરી શકાય તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના કારણે ટુરીઝમ ક્ષેત્ર ‘વેન્ટીલેટર’ પર જજુમી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રને બચાવવા માટે સરકારને માંગ પણ કરવામાં આવી છે, અને જણાવ્યું છે કે હાલ ટુરીઝમમાં જે ‘ઓટ’ જોવા મળે છે તેને કેવી રીતે બેસાડી શકાઇ, બીજી તરફ જે એરલાઇન બુકીંગ કરવામાં આવેલા હોઇ તે નાણા પણ એરલાઇન્સ કંપની પાછી ચૂકવી નથી શકતી, તેના પરિણામ રૂપે ટુરીઝમ ક્ષેત્રને નાણાકીય સંકટનો સામનો કરવો પડે છે.
દેશના અર્થતંત્રમાં ટુરીઝમ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે: વિશાલભાઇ લાઠીયા
વિશાલભાઇ લાઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે ટુરીઝમની ખુબ જ મોટું નુકશાન છે. દેશમાં ટ્રાવેલીંગથી મોટી રેવન્યુ થતું હોય છે. અત્યારે સંપૂર્ણ ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટીક પરિવહન બંધ છે. આવી કલ્પના કયારેય કરી ન હતી કે આવી સ્થીતી આવશે. ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝને ફરી સરખી રીતે ચાલવા માટે એક વર્ષનો સમય લાગશે. સરકાર ટ્ાવેલ એજન્ટોને સબસીડી કે નાની મોટી સહાય આપે તો ટ્રાવેલ બીઝનેશ ઉભો થઇ શકશે. ઓફીસ ભાડા કર્મચારીઓના પગાર વગેરેના ખર્ચ અત્યારે પોસાય એમ નથી. મારા મત પ્રમાણે સરકાર નાની મોટી સહાય કરે સબસીડી આપે તેમજ પ્રવાસનને છુટછાટ આપે તો જ ફાયદો થઇ શકશે.
ટુરીઝમ ક્ષેત્રને લોન ન મળતા સરકારે નાણાકીય સહાય કરવી જોઇએ: ચીરાગભાઇ
જરનેફી ટુરીઝમના ચિરાગભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રાવેલ્સ સેકટરની સૌથી પહેલા કોરોનાની અસર આવી હતી. બધુ નોર્મલ થઇ ગયા પછી પણ આ સેકટર પર કોરોનાની અસર લાંબો સમય રહેશે. ટ્રાવેલીંગ સેકટર જીડીપીના ૧૦ ટકા ભાગ આપે છે. જે સરકાર આપે છે. તેમજ રોજગારી પણ મોટી આપે છે. સરકારે આ સેકટર સામે જોવું જરૂરી છે. નાના ઉઘોગો માટે સરકારે લોનની વ્યવસ્થા કરી છે. પરંતુ અમને તે મળવા પાત્ર નથી. લોન ઓછા વ્યાજે આપવી જોઇએ. સ્ટાફની સેલેરીમાં ઓફીસના ભાડામાં મદદ કરે ટેકસ
જીએસટીમાં ટ્રાવેલ્સ સેકટરને રાહત આપવી જોઇએ. જો ટુર પેકેજની આ જશે તો આ સેકટરને ફાયદો થશે. ઘણા દેશોમાં આવી વ્યવસ્થા ચાલુ થઇ ગઇ છે.
આવો સમય આવશે તેવું કયારેય પણ વિચાર્યુ નહોતું સૌથી મોટી મંદી છે ફેબ્રુઆરીથી જ આ સેકટરને કોરોનાની અસર થવા લાગી હતી આ સ્થીતી કયારે પાછી સરખી થશે તેનો ખ્યાલ જ નથી ૨૦૨૧ સુધી તો આની અસર રહેશે. ૨૦૨૨ થી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ફરીથી શરુ થશે તેવું લાગે છે.
નાણાકીય કટોકટીના સમયમાં ટુરીઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો અન્ય વ્યવસાય સાથે જોડાઇ રહ્યા છે: જશપાલભાઇ
કેશવી ટુર્સનાં જશપાલભાઇએ વાતચીતમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વીક મહામારી આખા વિશ્ર્વની બીઝનેશને અસર પહોચાડી છે. ટુરીઝમ, એરલાઇન્સ, રેસ્ટોરન્ટ આ બધાને વધારે અસર થઇ છે. દીવાળી સુધી કોઇ ધંધા ટ્રાવેલ્સમાં નથી. ઉપરથી ટેકસ, લાઇટબીલ, પગાર જેવા ખર્ચ થતાં રહે છે. આવનારા સમયમાં ઘણા લોકો ટ્રાવેલ્સની બીઝનેશ મુકિને બીજા વ્યવસાય કરશે તેવું લાગે છે. અમારૂ એશોશિએશન દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે કે ગુજરાતને ટુરીઝમમાં પ્રોમોટ કરી, ઇન્સેન્ટીવ સાથે બસ વગેરેમાં ટેકસ માફી આપે જે ઓછા વ્યાજે અને લાંબા સમયે ચુકવી શકે, આ વ્યવસાયને પાટે ચડતાં એક વર્ષ જેટલો સમય લાગશે છેલ્લા ૧૦ વર્ષથી હું આ વ્યવસાયમાં મારા આ સમયમાં આવો સમય કયારેય જોયો નથી.
ટુરીઝમ ક્ષેત્રને પ્રોત્સાહન આપી વિશેષ આર્થિક પેકેજ આપવાની જરૂરિયાત: કલ્પેશભાઇ
સ્ટેલે ટુરીઝમના કલ્પેશભાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક મહામારીમાં બધા ધંધા મંદ પડયા છે. પરંતુ ટુરીઝમ સેકટરને સૌથી વધુ આની અસર થઇ છે. અત્યારે થોડી ફલાઇટ શરૂ થઇ છે. તો તેમાં પણ અત્યંત જરૂરી હોય તેવા લોકો જ ટ્રાવેલીંગ કરે છે. ત્યારે અમને લાગે છે કે ટ્રાવેલીંગ સેકટરને શરૂ થતાં એક વર્ષજેટલો સમય લાગશે. ટુરીઝમ ક્ષેત્રને પ્રોત્સાહીત આપે વિશેષ પેકેજ આપવાની જરૂર છે. જે રીતે બધા સેકટરે જે કાંઇ મળ્યું છે તે રીતે ટુરીઝમ ક્ષેત્રને પણ કાંઇક સહાય મળે તેમજ ઇન્ડીયાનું ટુરીઝમ આગળ વધે તેવી આશા છે. ઓછા વ્યાજે લોન આપવી જોઇએ.
એરલાઇન્સ કંપનીઓમાં ટ્રાવેલ્સના ૭૦૦ થી ૮૦૦ કરોડ રૂપિયા ફસાયેલા છે. જે એ છુટા થશે તો ગ્રાહક અને એજન્ટનો સંબંધ થોડો સુધારશે આવી સ્થીતીની આવી કલ્પના કયારેય કરી નથી. માણસો પણ પોતાની રીતે કેર કરતાં થયા છે. તે જેટલા લાગે છે કે ભવિષ્યમાં પણ આવો સમય ફરી નહી આવે, હજુ છ સાત મહિના આમ ઝીરોમાં જશે તો પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થશે. અને ફરજીયાત બીજા વ્યવસાયમાં જવું પડશે. રોજબરોજના ખર્ચતો થાય છે જેની સામે માચ મહિનાથી આવક સાવ બંધ છે ત્યારે ઘણા એજન્ટોએ નોકરી ચાલુ કરી છે મેન્યુેકચરીંગ ચાલુ કર્યુ છે. બીજા બીઝનેશમાં વળ્યા છે.