- ડોક્ટર અને કોન્ટ્રાક્ટબેઇઝ સ્ટાફ વચ્ચે માથાકૂટના પગલે
- સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવા રેસિડેન્ટ તબીબોની માંગણી
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈ ને કોઈ કારણોસર વિવાદોમાં આવતી હોય છે,ત્યારે શનિવારે ફરી એક વખત વિવાદોમાં આવી હતી.જેમાં સ્ટાફનાં સગાને યોગ્ય સારવાર ન આપતા, ડોક્ટરે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અટેલું જ નહીં સ્ટાફ નર્સને તબીબે ફડાકા પણ મારી દીધાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ બનાવની સાથે હોસ્પિટલમાં કામ કરતાં કોન્ટ્રાકટબેઝ કર્મીઓ તાત્કાલિક હડતાલ પર ઉતરી ગયા હતા.જ્યારે અનેક સમજાવટ બાદ મામલો થાળે પડી ગયો હતો. અને જેથી રેસીડેન્ટ તબીબોએ ઇમરજન્સી વિભાગમાં સિક્યુરિટી વધારવા માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે તબીબો અને કોન્ટ્રાકટબેઝ કર્મીઓ વચ્ચે બબાલ થતાં કોન્ટ્રાકટબેઝના 50 જેટલા કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા હતા.જોકે, અધિકારીઓની અનેક સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.બીજી બાજુ ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસીડેન્ટ તબીબોએ ઇમરજન્સી વિભાગમાં સિક્યુરિટી ગાર્ડનો વધારો કરવા માટે તબીબી અધિક્ષક અને મેડિકલ ડીનને જાણ કરી હતી.
કારણકે અવાર નવાર ઇમરજન્સી વિભાગમાં તબીબો પર હુમલાના બનાવો બનતા રહે છે. અને અહી વિભાગમાં માત્ર એક જ ગાર્ડ રાખવામાં આવે છે. જે પણ શોભાના ગાંઠીયા સમાન બેઠા રહે છે. અને કોઈને કોઈ તબીબો પર હુમલો કરી ભાગી જાય છે. જેથી તાકીદે ઇમરજન્સી વિભાગમાં 4 જેટલા સિક્યુરિટી ગાર્ડ મૂકવા માટેની તબીબોએ માંગ કરી છે.
રેસિડેન્ટ તબીબો દ્વારા સુરક્ષાની માંગ સાથે સિવિલ અધિક્ષકને કરી રજૂઆત માંગણીઓ સંતોષવામાં નહિ આવે, નોન ઈમરજન્સી
સેવાઓનો ત્યાગ કરીશું : જુનિયર ડોક્ટર્સ એસોસિએશન
ગત તા. 8 ના રોજ સવારના 8:45 વાગ્યે ઈમરજન્સી વિભાગમાં બીજા માળે મેડિકલ વોર્ડ નં. 7માં જ્યોત્સનાબેન (ઉં.વ.42) નામના મહિલા ગભરામણ તથા નબળાઈ સાથે આવેલ હતા અને તેને તાત્કાલિક ધોરણે દાખલ કરીને તપાસ કરીને છાતીની પટ્ટી કાઢેલ અને યોગ્ય સારવાર આપી હોવા છતાં પણ દર્દીની સાથે આવેલા રુકસાનાબેન (ઓ.પી.ડી. વિભાગના કર્મચારી) અને તેમના 2 સગા દ્વારા વોર્ડમાં કામ કરી રહેલા મહિલા તબીબ ડો. મેરી એલ અને અન્ય રેસિડેન્ટ તબીબ ડો. અજય રાઠોડ સાથે ગેર વર્તણુંક કરી બંને સાથે હાથાપાઈ કરી હોવાથી રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર્સ અને કોન્ટ્રાક્ટબેઝ કર્મચારી વચ્ચે માથાકૂટના પગલે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ અને રેસીડેન્ટ તબીબ દ્વારા સિવિલ તંત્રને સુધારવા અંગે અમુક માંગણીઓની રજૂઆત સિવિલ અધિક્ષક સમક્ષ કરવામાં આવી છે.જો આ રજૂઆત આજ રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પૂર્ણ નહિ કરવામાં આવે તો,સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના સિનિયર તથા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા નોન ઈમરજન્સી સેવાઓનો ત્યાગ કરવામાં આવશે.જે માંગણીઓ નીચે મુજબની છે.