સ્વસ્થ વાતાવરણમાં યોજાતી રાઇફલ શુટીંગ સ્પર્ધાને દુષિત કરવા કુલપતિ અને શારિરીક શિક્ષણ નિયામકના પ્રયાસો: ભરત ચૌધરી
સૌ. યુનિ.ના ખેલાડીઓ રાઇફલ શુટિંગમાં નેશનલ લેવલે ઝળકયા છે પરંતુ સ્પર્ધા શરૂ થાય તે પહેલા રાગદ્વેશ સામે આવતા ખેલાડીઓમાં ભારે રોષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાઇફલ શુટિંગના ખેલાડીઓ નેશનલ લેવલે ઝળકયાં છે ત્યારે હજુ આંતર કોલેજ સ્પર્ધા શરુ નથી થઇ ત્યાં જ વિવાદના વંટોળ શરુ થયા છે. ત્યારે સૌ. યુનિ. શારીરિક શિક્ષણ વ્યાખ્યાના પરિષદના ભરત ચૌધરીએ આ સ્પર્ધા હિરાણી કોલેજને સોંપવામાં આવે તેવી માંગ કરતી રજુઆત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતનાઓને કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ રાઈફલ શુટીંગ સ્પર્ધાનું દર વર્ષે છે અર્જુનલાલ હિરાણી કોલેજના યજમાન પદે કરવામાં આવે છે .
રાઈફલ શુટીંગ સ્પર્ધા છે અર્જુનલાલ હિરાણી કોલેજમાં યોજાવાની શરૂઆત થઈ તે પહેલાના આયોજનોમાં ધાક – ધમકી અને દાદાગીરીથી મન ફાવે તે રીતે ખેલાડીઓને અન્યાય થતો હતો , તે રીતે આયોજીત થતી . જેથી યુનિવર્સિટીના જે તે સમયના દિર્ઘદ્રષ્ટી વાળા અધિકારીઓને આ બાબત ધ્યાનમાં આવતા , સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગેવાન અને હિરાણી કોલેજના શારીરિક શિક્ષણ નિયામક ડો . રાજદિપસિંહ જાડેજાને આપવાનું નક્કી કરેલ. ત્યારબાદ દર વર્ષે 2016 થી 2021 સુધી રાઈફલ શુટીંગ સ્પર્ધાનું ખૂબજ સારૂ અને સ્વસ્થ વાતાવરણમાં આયોજન કરી અને રમતને ખેલો ઈન્ડીયા અને ઈન્ટર યુનિવર્સિટીમાં નોંધપાત્ર પ્રદર્શનમાં લઈ જવામાં માં હિરાણી કોલેજ , ડો . રાજદિપસિંહ જાડેજાનો અને સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોલેજના શારીરિક શિક્ષણના નિયામકો નું યોગદાન રહ્યું છે.
હિરાણી કોલેજના આયોજનમાં 2011 થી રાઈફલ શુટીંગ સ્પર્ધા યુનિવર્સિટીમાં રમાવાની શરૂ થઇ . 2016 થી રાઈફલ શુટીંગ સ્પર્ધા અર્જુનલાલ વિરાણી કોલેજ દ્વારા આયોજન થયું હતું .
2016 થી 2022 સુધી ઓલ ઈન્ડીયા યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્રની ટીમ ટોપ -5 માં આવેલ છે . 2022 ખેલો ઈન્ડીયા યુનિવર્સિટી ગેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાઈફલ ગર્લ્સ ટીમે સીલ્વર મેડલ મેળવેલ છે . 2022 ખેલો ઈન્ડીયા યુનિવર્સિટી ગેમમાં પીસ્તોલ શુટીંગ ગર્લ્સ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે .
આ વર્ષમાં પણ યુનિવર્સિટીમાં ટીમ સારી બને એમ છે અને ઓલ ઈન્ડીયા યુનિવર્સિટીમાં મેડલની દાવેદાર છે .
દર વર્ષે આ સ્પર્ધામાં અંદાજીત 15 કોલેજના 80 થી વધુ વિદ્યાર્થી ભાઈઓ – બહેનો સ્પર્ધામાં ભાગ લેવા આવે છે .
આ વર્ષે પણ હિરાણી કોલેજને આ સ્પર્ધા ફાળવવામાં આવેલ . જે દર વર્ષે સ્પોર્ટસ કેલેન્ડર જાહેર થાય તેમાં પણ હિરાણી કોલેજના યજમાન પદે સ્પર્ધા જાહેર કરવામાં આવેલ છે.
પરંતુ અચાનક કોઈ જ કારણ વગર કુલપતિ અને શારીરિક શિક્ષણ નિયામક દ્વારા સ્પર્ધા આયોજન યજમાન પદ બદલામાં આવ્યું . કુલપતિ અને શારીરિક શિક્ષણ નિયામક દ્વારા રાઈફલ શુટીંગની સ્પર્ધા ખૂબ જ સારી રીતે આયોજન કરતી યજમાન કોલેજને બદલીને આ સ્પર્ધાને દુષીક કરવા , સ્પર્ધાને નુકશાન કરવા , ખેલાડીઓને અહીત કરવા શા માટે આ કરવામાં આવ્યું ? તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સમગ્ર શિક્ષણ જગત અને રમત ગમતના ખેલાડીઓ જાણવા માંગે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના શારીરિક શિક્ષણના નિયામકો દ્વારા કુલપતિના અને શારીરિક શિક્ષણ નિયામકના ઉપરોક્ત કૃત્યને વખોડવામાં આવે છે અને પૂર્ણ વિરોધ કરવામાં આવે છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામકો દ્વારા સ્પર્ધાના બદલાયેલા યજમાન પદનો સખ્ત વિરોધ કરવામાં આવે છે અને સ્પર્ધા હિરાણી કોલેજના યજમાન પદે જ રમાય તેવી સ્પષ્ટ માંગણી છે.
રમતમાં રાજકારણ ઘુસાડવાના હિન પ્રયાસ: રાજદિપસિંહ જાડેજા
સૌ. યુનિ.માં રાઇફલ શુટિંગ સ્પર્ધાને લઇ વિવાદના વંટોળ ઉભા થયા છે. ત્યારે આ સંદર્ભે હિરાણી કોલેજના રાજદિપસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2016 થી હિરાણી કોલેજ દ્વારા જ સમગ્ર રાઇફલ શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારે ચાલુ વર્ષે પણ હિરાણી કોલેજને જ આ સ્પર્ધા ફાળવવામાં આવી હતી. પરંતુ અંગત રાગદ્રેષના કારણે આ સ્પર્ધાનું આયોજન હિરાણી કોલેજ પાસેથી છીનવી લેવામાં આવતા ચોકકસથી કહી શકાય કે રમતમાં રાજકારણ ધુસાડવાના હિન પ્રયાસ કુલપતિ અને શારિરીક શિક્ષણ નિયામક દ્વારા થઇ રહ્યાં છે. જે તદન યુનિ.ના ખેલાડીઓ માટે યોગ્ય ન કહી શકાય.