દામનગર શહેરમાંથી પસાર થતી મહુવા સુરત ટ્રેનને સ્ટોપ આપવાની લાંબા સમયની માંગ સામે રાજકીય દુલક્ષા સેવાતી હોવાની નારાજગી લોકોમાં પ્રવર્ત રહી છે. અમરેલીમાં ભાજપના બે સાંસદો અને કેન્દ્રીય મંત્રી પદે અમરેલીનું પ્રતિનિધિત્વ થાય છે ત્યારે દામનગરને શા માટે મહુવા-સુરત ટ્રેનનો સ્ટોપ મળતો નથી. તેવો વસવાટો પ્રજા વ્યકત કરી રહી છે.

શુ દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને આ ટ્રેન સ્ટોપ મળે ન મળે તે માટે કોઈ વિપક્ષ નો વિરોધ છે ? રેલવે સ્ટોપ માટે વૈશ્વિક સતા કે મંજૂરી મેળવવી જરૂરી છે ? દામનગર શહેર ને મહુવા – સુરત  ટ્રેન નો સ્ટોપ મળે તે રાષ્ટ્રવાદ નથી ? આ વિસ્તાર ની જનતા નો હક્ક અધિકાર નથી ? સસ્તી અને સલામતી વાળી રેલવે મુસાફરી કરાવવી આપની ફરજ નથી ? દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે મહુવા – સુરત ટ્રેન નો સ્ટોપ મેળવવા વારંવાર શાસક વિપક્ષ બધા એકીસુરે માંગ કરે છે મુસાફરી સુવિધા માટે આ વિસ્તાર ને કેટલા વર્ષો ટળવળવુ પડશે ? અત્યારે અમરેલી જિલ્લા નો કેન્દ્ર સરકાર સુધી દબદબો હોય આવો સુવર્ણ કાળ ચાલતો હોય ત્યારે શહેર માંથી ચાલતી મહુવા – સુરત ટ્રેન ના સ્ટોપ માટે ટટળવુ પડે તે કેવું ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.