હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી રજુઆત કરતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ
રાજયમાં તા.૨૩ માર્ચથી કોર્ટનું કાર્ય બંધ હોય માત્ર અરજન્ટ કામો થતા હોય લોકડાઉનના પરીણામે નેગોશીયેબલની ફરિયાદો દાખલ થતી નથી અને પોલીસ સ્ટેશનનાં ફોજદારી કેસો નોંધવામાં આવતા નથી તો યોગ્ય કરવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બરે હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખ્યો છે. રાજયમાં પોલીસ સ્ટેશનોના ફોજદારી કેઈસો તથા નેગોસીયેબલની ફરિયાદો ખુબ જ મોટા પ્રમાણમાં ભરાવો થઈ ગયેલો છે. કોર્ટોના રજીસ્ટરે ચડાવામાં ૨ થી ૬ મહિના સમય લાગે તેમ છે. હાલમાં સ્ટાફ પાસે કામ નથી અને રજીસ્ટારોમાં નોંધણી કરવાનું શરૂ કરવું જોઈએ તે પ્રક્રિયામાં માણસો ભેગા થવાનો ભય નથી. હાલનાં સમયમાં બેંક, ફાયનાન્સ, કોર્પોરેટ સેકટર તથા સેમી કોર્પોરેટ સેકટરો દ્વારા કરવામાં આવતી નેગોસીયેબલની ફરિયાદો મોટા પ્રમાણમાં દાખલ થશે અને લોકડાઉન દરમ્યાન પણ નેગોસીયેબલની ફરિયાદ દાખલ કરવા માટે પેન્ડેન્સી ઘણી જ વધારે હશે તેમ દિલીપ પટેલે જણાવેલું હતું. કોર્ટોનાં કર્મચારીને બોલાવી આ ચાર્જશીટ ચડાવવાની કામગીરી શરૂ કરવું જોઈએ અને જયુડી.મેજીસ્ટ્રેટો દ્વારા નેગોસીયેબલની ફરિયાદો નોટરી પાસે સોગંદનામું લઈ વર્ચ્યુઅલ રજીસ્ટ્રાર સમક્ષ કરી શકાય અને ભવિષ્યમાં પડનારી મુશ્કેલી નિવારી શકાય અને રજીસ્ટારે ચડી શકે અને કેઈસને લગતા ડોકયુમેન્ટને વેરીફીકેશન કરી ર્પુતતા કરી કેઈસ નંબર પડી શકે તેમ છે. લોકડાઉનના બે લાખથી વધુ કેઈસો ગુજરાતમાં નોંધાયેલા છે તે સરકાર પરત ખેંચશે તો પણ કોર્ટોમાં રજીસ્ટારે ચડાવવા પડશે આ ધ્યાને લઈને યોગ્ય આદેશ કરવામાં આવે તેવો પત્ર ચીફ જસ્ટીસને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે લખી ઘટતું કરવા માંગ કરી છે.