મોરબીમાં રાહદારીઓ માટે પીવાના પાણીના પરબની વ્યવસ્થા ચાલુ રાખવા એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.આ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે છેલ્લા બે દિવસમાં મોરબીમાંથી અડચણ રૂપ વસ્તુઓ તંત્ર દ્વારા ઉપાડવામાં આવેલ છે.

જેમાં જાહેર રસ્તા પર કે દુકાનોના ખૂણા ઉપર ઠંડા પાણીના જગ કે અન્ય વ્યવસ્થામાંથી આવન જાવન કરતા લોકો આવી ભયાનક ગરમીમાં પાણી પી તરસ બુજાવતા હતા. તે વ્યવસ્થા હાલના તબ્બકે બંઘ થયેલ છે. જેથી, લોકો પરેશાન થાય છે. તેવા સંજોગોમાં આમ જનતાના વિશાળ હિતમાં માનવતાના ધોરણે આ વ્યવસ્થા સત્વરે ચાલુ થવા માંગ કરાઈ છે.

તેમજ પાણીના પાઉચ બંધ થતા નાની મોટી બોટલો વેંચાય છે. જે સામાન્ય રાહદારીઓને પોષાય તેમ ન હોવાથી પાણીનાં પરબો પુન: ચાલુ રહે, માટે પ્રજાલક્ષી પ્રબંધ કરવા અપીલ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.