ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયાએ મુખ્યમંત્રી-કૃષિ મંત્રીને પત્ર લખ્યો
રાજ્યમાં છેલ્લા નવ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાકને પારાવાર નુકશાન થવા પામ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા માવઠાથી પાકને થયેલા નુકશાનીનો સર્વ કરવા આદેશ આપવામાં આવ્યો છે. છતા 20-20 દિવસ વિતવા છતા સર્વની કામગીરી પૂર્ણ થવા પામી નથી ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી 48 થી 72 કલાકમાં સર્વની કામગીરી પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવી છે.
વરસાદમાં બગડેલા માલનો 48 થી 72 કલાકમાં નિકાલ કરવાનો હોય છે. સર્વ માટે ટીમ આવે ત્યાં સુધી ખેડૂતો માવઠામાં બગડેલા માલને સાચવી શકે નહી. પાછલા ત્રણ વર્ષમાં 7 વખત કમોસમી વરસાદ પડ્યો છે. પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને યોગ્ય સહાય મળી નથી.
માવઠુ પડ્યાના 20-20 દિવસ પછી પણ હજી સર્વની કામગીરી પૂર્ણ થઇ નથી. જે બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરવાની માંગણી કરાય છે.