ગુજરાત રાજય કર્મચારી સંઘની બેઠક મળી: મામલો હાઇકોર્ટમાં પડકારવાની ચીમકી
સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા મા છેલ્લા ઘણા વર્ષોથી સફાઈકામ ના કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે. જેમા અનુસૂચિત જાતિ ના અતિ પછાત એવા વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારો કામ કરી રહ્યા છે.આ કોન્ટ્રાક્ટ પ્રથામા સફાઈ કામદારો નુ મોટા પાયે શોષણ થતું હોય તેમજ તેઓ ને પુરતી સુવિધા પણ આપવામાં આવતી ન હોય તેમજ અનિયમિત પગાર આપવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા આંબેડકર ભવન સુરેન્દ્રનગર ખાતે બેઠક બોલાવામાં આવી હતી. આ બાબતે મયુરભાઈ પાટડીયા એ જણાવેલ કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવા માટે નામદાર હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તેવુ જણાવેલ હતુ.