સુપ્રીમ કોર્ટના અયોધ્યા કેસનો ચૂકાદાના પગલે દેશમાં કોમી એખલાસ જળવાય રહે તે માટે કેન્દ્ર સરકારે તમામ રાજયોની સરકારોને કડક સુરક્ષા વ્યવસ્થા કરવા તાકિદ કરી
ભારતના રાજદ્વારી, સામાજીક અને ધાર્મિક તવારીખમાં સૌથી પ્રેચીદા બની ગયેલા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસનો સુપ્રીમ કોર્ટના ચૂકાદો ગમે ત્યારે જાહેર થવાનો છે.ત્યારે કેન્દ્ર સરકારે દેશના તમામ રાજયોને એલર્ટ રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની સંગીન વ્યવસ્થા ઉભી કરવા આદેશો આપ્યા છે.
ગૃહમંત્રાલયે ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને અયોધ્યા માટે ૪ હજાર પેરા મિલટ્રીના જવાનોને કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયના સુરક્ષા સલાહકારો દેશના તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને પોત પોતાના સંવદેનશીલ અને અતિ સંવેદનશીલ જગ્યાઓપર સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેશમાં એકપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાબદે રહેવા તાકિદ કરી છે.
ઉત્તર પ્રદેશ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજય સરકારને મદદરૂપ થવા માટે ગૃહ મંત્રાલય પેરા મીલ્ટ્રી ફશેર્સની ૪૦ કંપનીઓ ફાળવી છે. એક કંપનીમાં ૧૦૦ જવાનોની સૈન્ય શકિત ધરાવતી ૪૦ કંપનીઓ ઉત્તરપ્રદેશને ફાળવવામાં આવી છે.
દેશ સહિત સમગ્ર વિશ્ર્વની જેના પર નજર છે તે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદના અંતિમ ચૂકાદો સંભવિત રીતે ૧૭મી નવે. આવે તેમ દેખાય રહ્યું છે. અગાઉ અલાહાબાદ હાઈકોર્ટમાં વિવાદિત જમીન માન્ય પક્ષકારો વચ્ચે સરખે હિસ્સે વહેચી લેવાનો ચૂકાદો અપાયો હતો.
અનેક ઘટનાક્રમો અને પૌરાણીક માન્યતાઓ ઐતિહાસીક તથ્ય, ધાર્મિક, લાગણીઓ, રાજકીય વલણ જેવા અનેક પરિબળો જે કેસ સાથે સંકળાયેલા છે તે વિવાદ કોર્ટની બહાર ઉકેલવાના અનેક પ્રયાસો થયા હતા પરંતુ તેમાં કોઈ સફળતા મળી નહતી. આ ચૂકાદાના પગલે દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે મુસ્લિમ સમાજનું એક પ્રતિનિધિ મંડળ દેશમા શાંતિ માટે યાત્રાએ નિકળ્યું છે હવે તમામ પક્ષકારોએ કોર્ટનો ચૂકાદો શિરોમાન્ય ગણીને દેશ હિતમાં અદાલતના આ ફેસલાને સ્વીકારી દાયકાઓથી દેશની એકતા અખંડીતતા માટે સંવેદનશીલ બનેલો આ મુદો ઉકેલવા તૈયાર થયા છે.