મૂસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર અપાયું
વંથલી પોલીસ મથકે ફરઝ બજાવતા પી એસ આઈ એન.બી.ચૌહાણ ની ફરઝ નિષ્ઠા અને કાર્યદક્ષતા નાં પગલે ટુંકાગાળા માં લોકપ્રિય બન્યા હતા છેલ્લા એક વર્ષ માં આ અધિકારી ની નિષ્ઠાપૂર્વક ની ફરઝ ને પગલે આ વિસ્તારમાં ક્રાઈમ રેટ ઘટ્યો હતો,અનેક ધાર્મિક તહેવારો શાંતિમય માહોલ માં ઉજવાયા હતા,રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરાતા સખત પરિશ્રમ અને કુનેહપૂર્વક આ પિરિયડ પણ પસાર કર્યો હતો,જુનાગઢ જિલ્લામાં એકમાત્ર વંથલી શહેર અને તાલુકા માં એક પણ કોરોના કેસ થયો નથી અને આજદિન સુધી વંથલી કોરોના મુક્ત રહ્યું છે
તેનો શ્રેય પણ પોલીસ અને આરોગ્ય ટીમ ને જાય છે,કોઈ પણ ભેદભાવ વગર કે રાજકીય ભલામણ વગર વંથલી પોલીસ મથકે સામાન્ય નાગરિકો નું કામ સરળતાથી થઈ જતું હતું જે પણ નોંધપાત્ર છે
તાજેતરમાં ફાયરિંગ ની ઘટના માં બેદરકારી સબબ જિલ્લા પોલીસ વડા એ વંથલી નાં ફોઝદાર ચૌહાણ ને સસ્પેન્ડ કરી દેવાયા હતા,થાણા અમલદાર અધિકારી નું મોરલ તોડવા સમાન સસ્પેન્સન જેવું પગલું લેવાના બદલે ભૂતકાળમાં આ અમલદાર ની પ્રવૃત્તિઓ અને કાર્ય પધ્ધતિ ધ્યાને લેવી જરૂરી હતી ત્યારે વંથલી મુસ્લિમ સમાજે રાજ્ય નાં મુખ્યમંત્રીશ્રી ને એક આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે માનવીય સહજ ભાવે થયેલ ભુલ ની આવડી મોટી સજા વ્યાજબી નથી કારણ કે આ અધિકારી દ્વારા ભૂતકાળમાં સારી અને સરાહનીય ફરઝ ને પણ ધ્યાને લઈ તાત્કાલિક અસરથી સસ્પેન્સન રદ કરી પુન: ફરઝ પર લેવા માંગણી કરી હતી
વંથલી મામલતદાર ને આવેદનપત્ર આપતી વેળાએ વંથલી નાં હિંદુ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ઈરફાનશાહ સોહરવર્દી,સીરાઝ વાજા,દર્શન ત્રામ્બડિયા, મયુર ટીલવા,બાવામિયા બાપુ મટારી,તોસિફ અઝીઝ,તાજીમ નાગોરી સહિત નાં અગ્રણીઓ હાજર રહ્યા હતા