લેખિત રજૂઆત બાદ પણ તંત્ર ઉંઘમાં; કોઈ કામગીરી હાથ ધરાઈ નથી
હળવદ-ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.આથી ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ રાણા નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહએ નર્મદાના સોરાષ્ટ્ શાખા નહેરને કાર્યપાલક ઈજનેરને રજુઆત કરીને ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ કરી છે.
લેખિત રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે ,ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રીબ્યુટરી ડી ૧૯માં છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ કે માટી કાપ કાઢવાની કામગીરી જ કરવામાં આવી નથી.જેથી ડિસ્ટ્રીબ્યુટરીમાં માટીના થરની જાડાઈ ઓફ ટેઇલ.પોઈન્ટે મળતા હેડ પાણીની ઉચ્ચાઈથી પણ વધુ છે.જેથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલના ડી ૧૯ના એચ.આર.થી નીચેવાસ ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલમાં ગેઇટ સી.આર.મુકવામાં આવ્યો નથી.જેથી આ કેનલનું.લેવલ વધતું નથી અને ડી.૧૯માં પાણી આવતું નથી.
વધુમાં જણાવ્યું હતું કે ,હાલ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે.ત્યારે આ ડી ૧૯ માં પાણીનું વહન ન થાય તો હળવદ તાલુકાના રણજીતગઢ ,રાયસંગપુર ,ચાડધ્રા, મયુરનગર ,અમરાપર , મીયાણી અને મયાપુર સહિતના ગામોના ખેડૂતોનો પાક નિષફળ જવાની ભીતિ છે.જોકે ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલમાં સીઆર ગેઇટ મુકવા તેમજ ડિસ્ટ્રીબ્યુટરી ડી ૧૯માં માટી કાઢવા મામલે અગાઉ અનેક રજુઆત કરી છે છતાં હજુ સુધી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરાઈ નથી.ત્યારે આ ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલમાં સીઆર ગેઇટ મુકવા તેમજ ડિસ્ટ્રીબ્યુટરી ડી ૧૯માં માટી કાઢવાની રજુઆત સંદર્ભે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.સાથે જ સરકારમાં રૂબરૂ પ્રતિનિધિમંડળને લઈ જઈને રજૂઆત કરવામાં આવશે તેમ જ કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલ અધિકારીઓને ઘેરાવના કાર્યક્રમો પણ કરવામાં આવશે જેથી ખેડૂતો ની વેદના ને ધ્યાને લઈ તાત્કાલિક કામ પૂરું કરવા ગાંધીનગર, રાજકોટ સુધીના તમામ નર્મદા નિગમના અધિકારીઓ જાગે તેવી વિનંતી કરાઇ છે