54% વાહનો વીમા વગરના: તમામ વાહનોને વીમામાં આવરી લેવા વીમા ઉદ્યોગે તખ્તો બનાવ્યો

દેશમાં 54 ટકા વાહનો વીમા વગરના છે. આ તમામ વાહનોને વીમામાં આવરી લેવા વીમા ઉદ્યોગે તખ્તો તૈયાર કર્યો છે. જે મુજબ વીમા કંપનીઓએ એવી માંગ ઉઠાવી છે કે જે વાહનોનો વીમો ન હોય તેને ઇંધણ જ ન આપવું જોઇએ.

ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીએ એવી માંગ કરી છે કે વીમા વિનાના વાહનોને પમ્પ ઉપર ઈંધણ ભરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.  આ માંગ મહિનાની શરૂઆતમાં ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  દ્વારા આયોજિત ’વીમા મંથન’ દરમિયાન કરવામાં આવી હતી. વીમા કંપનીઓએ એક એપનો પ્રસ્તાવ મૂક્યો છે જે એમ- પરિવહન સાથે સંકલિત કરવામાં આવશે અને બતાવશે કે વાહનનો વીમો છે કે નહીં.  આ વિચાર તેલ કંપનીઓ સાથે સહયોગ કરવાનો છે અને ઇંધણ પંપ પર  કેમેરા મારફત સ્કેન કરાવવાનો છે, જે તરત જ વાહનની વીમા સ્થિતિ પ્રદર્શિત કરશે,” વિકાસથી વાકેફ એક ઉદ્યોગ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

હાલના નિયમો હેઠળ, થર્ડ પાર્ટી મોટર વીમો ફરજિયાત છે. ઉદ્યોગના અનુમાન મુજબ, 54% વાહનો વીમા વિનાના છે.  મોટાભાગે કોમર્શિયલ વાહનો, જેમાં ટ્રેક્ટર અને થ્રી-વ્હીલરનો સમાવેશ થાય છે, તે વીમા રિન્યુઅલ માટે પસંદ કરતા નથી. ટુ-વ્હીલર્સના કિસ્સામાં સમાન વલણ જોવા મળે છે.

આ ઉદ્યોગ માને છે કે વીમા વિનાના વાહનોમાં ઇંધણ ન પુરવાનો નિયમ બનાવવામાં આવશે તો  સરકારને આવકમાં પણ મદદ મળશે,  અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા દરખાસ્તને સ્વીકારવામાં આવે તો સ્થળ પર જ વીમા વિનાનું કવર ઓફર કરવા માટે સિસ્ટમ તૈયાર કરવામાં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.