બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે રાજયપાલને કરી રજુઆત
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા હાઇકોર્ટમાં માતૃભાષામાં કામગીરીની માંગ સાથે રાજયપાલને લેખીત રજુઆત કરી જનહિતમાં નિર્ણય કરવા જણાવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આસરે 1 લાખ થી વધુ વકીલો નોંધાયેલ છે. જેમાંથી 5000 નિયમિત વકીલો વધુ માં વધુ ગુજરાત હાઇકોર્ટ માં વકીલાત કરે છે. બાકી ના વકીલઓ કાયદાકીય જ્ઞાન ધરાવતા હોવા છતાં પણ અંગ્રેજી ભાષા નો જ ઉપયોગ ગુજરાત હાઇકોર્ટ માં થતો હોવાથી હાઇકોર્ટ માં વકીલાત કરી શકતા નથી. પરિણામે ગુજરાત ની પ્રજા ને સસ્તો અને ઘર આંગણે ન્યાય આપવાની સુપ્રીમ કોર્ટ અને સરકાર ની પહેલ ક્યાંક ને ક્યાંક અવરોધ પામે છે. ગુજરાતના તાલુકા અને જીલ્લા કક્ષા વકીલાત કરતા ઘણા વકીલ દ્વારા સેસન્સ કેસ કે પછી દાવો ચાલવામાં આવેલ હોવાથી તેમને તે કેસ અંગે ની માહિતી પણ વિશેષ હોય છે, અને જો જીલ્લા અદાલત ના વકીલ ને કેસ હાઇકોર્ટ માં માતૃભાષા એટલે કે ગુજરાતી માં ચાલવા દેવામાં આવે તો અસીલ ને પણ સસ્તો અને ઝડપી ન્યાય મળી શકશે. ભારત ના અન્ય રાજ્ય માં માતૃભાષા માં હાઇકોર્ટ માં કેસ ચલાવી સકાય છે. રાજ્યપાલને ભારત ના બંધારણ ના અનુચ્છેદ 384(2) મુજબ અંગ્રેજી ઉપરાંત માતૃભાષા માં હાઇકોર્ટ માં કેસ ચાલવા દેવા ની મજુરી આપવાની સત્તા રહેલ છે જેથી બાર કાઉન્સિલ ગુજરાત ના 1 લાખ થી વધુ વકીલો ની માતૃસંસ્થા હોવા ને લીધે આપ ને નમ્ર અરજ છે કે, ઉપરોક્ત બાબત ને બાર કાઉન્સિલ ની તાકીદે સામાન્ય સભા માં એજન્ડા માં લય ને યોગ્ય ચર્ચા કરી ને ગુજરાત રાજ્યપાલને વકીલોના અને ગુજરાત ની પ્રજા ના વિશાળ હિત માં નિર્ણય કરવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.