બહુમાળી ભવનનું નિર્માણ કરવા કચ્છ કોંગ્રેસની રજૂઆત
ગાંધીધામ સંકુલમા છેલ્લા ચાલીસ વર્ષો થી કાર્યરત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ( દિ. પી. ટી. બિલ્ડીંગ ) બોઈલર ઓફિસ (ગુરુકુળ વિસ્તાર), તોલ માપ કચેરી , આદિપુર, ઓદ્યોધિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી, તોલ માપ અને શ્રમ આયુક્ત ની કચેરી તેમજ સરકારી કાર્યો ને સંલગ્ન કચેરીઓ સંકુલ ના જુદા જુદા વિસ્તારો મા કાર્યરત છે. આ કચેરીઓ ગાંધીધામ સંકુલ તેમજ તેની આસપાસ ના પાંચ સો થી વધુ કારખાનાઓ માટે દરરોજ વિવિધ પ્રકાર ના સરકારી કાર્યો માટે ખૂબ જ ઉપયોગી થઇ રહી છે અને કારખાનાઓ ની નજીક છે . આ સરકારી કચેરીઓ ને અન્ય તાલુકા ઓ મા ખસેતવાની હિલચાલ સામે સખત વિરોધ કરી આ વર્ષો જુની કચેરીઓ ગાંધીધામ સંકુલ મા જ રહે અને એક જ જગ્યાએ બધી કચેરીઓ કાર્યરત થાય તે માટે બહુમાળી ભવન નું નિર્માણ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ગોવિંદ દનીચાએ સેક્શન અધિકારી શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર ને પત્ર પાઠવી રજુઆત કરી છે.
દનીચા એ રજૂઆત મા જણાવ્યું હતું કે. ગાંધીધામ સંકુલ તેમજ તાલુકા મા પાંચ સો થી વધુ કારખાનાઓ ની સાથે સાથે દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા સેઝ, જી. આઈ. ડી. સી. ( મીઠી રોહર ), જી. આઈ. ડી. સી. (ગાંધીધામ ), મીઠાના કારખાનાઓ, ઓઇલ કંપનીઓ જેવી કે બી. પી. સી. એલ., એચ.પી. સી. એલ. , આઈ. ઓ. સી. વિગેરે જેવી વિશાળ કંપનીઓ પણ અહી કાર્યરત છે અને સમગ્ર કચ્છ ના કારખાનાઓ ની સંખ્યા ની સરખામણીએ ૫૦ % થી વધુ કારખાનાઓ આ તાલુકા મા કાર્યરત હોઈ . આ સંકુલ ને જેના કારણે કચ્છ નું ઓદ્યોધીક હબ પણ ગણવામાં આવે છે. આથી આ બધા પાસાઓ ને ધ્યાન મા રાખી ને તેને સંલગ્ન સરકારી કચેરીઓ જે આ સંકુલ મા છેલ્લા લાંબા સમયથી કાર્યરત છે તેને અન્ય તાલુકા મા ખસેડવાની તજવીજ શરૂ થઇ છે તેને અટકાવી આ સરકારી કચેરીઓ સંકુલ મા જ રહે તેવી લોક લાગણી અને માંગણી છે. જો તેને અન્ય તાલુકા મા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો અહી અસંખ્ય કારખાનેદારો ના નાના મોટા કામો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થશે અને લોકો ને દૂર સુધી લાંબા થવું પડશે સાથે સાથે સમય નો પણ ખૂબ જ વ્યય થશે. જો કોઇ કારખાના મા અજુગતું ઘટના ઘટે અને કોઈ પ્રકાર ની સમસ્યા સર્જાય તો સરકારી કચેરીઓ સંકુલ મા જ હોય તો સમસ્યાઓ નું ઝડપી નિવેડો લાવી શકાય તેમ છે “