આજની જનરેશન હવે કાયદાનું પાલન પણ કરવા માગે છે. સો જ કંઇક નવું પણ પહેરવા માગે છે. જેના કારણે બજારમાં ગ્રાફિક્સવાળાં હેલ્મેટની બોલબાલા વધી છે. આવાં હેલ્મેટ બે પ્રકારનાં આવે છે. જે એક સીધા કંપનીમાંી જ મેન્યુફેક્ચર ઇને આવે છે. જ્યારે બીજામાં સાદાં હેલ્મેટને નવાં નવાં ગ્રાફિક્સ આપીને અલગ લુક આપવામાં આવે છે. ખાસ કરીને યુવાનો નવા લુકના ગ્રાફિક્સવાળાં હેલ્મેટ વધુ પસંદ કરે છે. આ વિશે વાત કરતાં ઓટો એક્સેસરીઝના દુકાનદાર સાજીદ મલેક કહે છે કે, અમે બંને પ્રકારનાં હેલ્મેટ રાખીએ છીએ. જેમાં કંપનીમાંી જ બનીને આવતાં હેલ્મેટમાં તમારી પાસે કોઇ પસંદ ની હોતી. તેમાં જે ગ્રાફિક્સ હોય તે જ ચલાવવાં પડે છે. જ્યારે સાદાં હેલ્મેટને પસંદ પ્રમાણે ગ્રાફિક્સ કરી આપવામાં આવે છે. કંપનીમાંી આવતાં હેલ્મેટને પહેલાં પેઇન્ટ કરી તેના પર ગ્રાફિક્સનાં સ્ટીકર લગાવવામાં આવે છે. આ સ્ટીકર નીકળે નહીં તે માટે એના પર લેકરનું કોટિંગ કરવામાં આવે છે. આવાં હેલ્મેટમાં તમને પસંદ મળતી ની. જ્યારે મનપસંદ ગ્રાફિક્સમાં ઘણી પસંદ મળી રહે છે. કમ્પ્યૂટર પરી નવી નવી ડિઝાઇન બનાવી આપનાર કહે છે કે, મારી પાસે યુવાનો સાદાં હેલ્મેટ લઇને આવે છે, જેને તેમની પસંદ પ્રમાણે ગ્રાફિક્સ કરી આપું છું. જેના માટે કમ્પ્યૂટરની મદદી ગ્રાફિક્સ ડાઉનલોડ કરી હેલ્મેટ પર ગમી ચિપકાવવામાંં આવે છે. જેને રેડિયમ,વાઇનિલ અને ગ્લોવાળાં સ્ટીકર જોઇતાં હોય તેમને એ પ્રમાણે સ્ટીકર લગાવી આપવામાં આવે છે. આ સ્ટીકર લગાવતા બે દિવસ જેટલો સમય લાગે છે.
હેલ્મેટમાં બીજું પણ એક ગ્રાફિક્સ આવે છે જેને વોટર-ટ્રાન્સફરિંગ પેઇન્ટ કહે છે. જેમાં એક ગ્રાફિક્સ શીટ આવે છે જેને પાણીમાં નાખવામાં આવે છે. બાદમાં તેના પર સ્પ્રે મારવામાં આવે છે. આ શીટને પાણીમાં એક મિનિટ સુધી રાખવામાં આવે છે. બાદમાં શીટવાળા પાણીમાં હેલ્મેટ ડુબાડવામાં આવે છે જેી ડિઝાઇન હેલ્મેટ પર ચીપકી જાય છે. ગ્રાફિક્સવાળાં હેલ્મેટમાં પોકર ગર્લ, સ્પાઇડર મેન, ઇગલ, સ્કલ, એબ્સ્ટ્રેક ડિઝાઇન, ડ્રેગન જેવી ડિઝાઇનો યુવાનોમાં પહેલી પસંદ છે. જ્યારે યુવાનો સ્પોર્ટ્સને લઇને પણ અલગઅલગ ગ્રાફિક્સ બનાવે છે. આ સિવાય યુવાનોમાં રેટ્રો સ્ટાઇલ, કિલર જોકરનું ગ્રાફિક્સ, સાઇકલની ડિઝાઇન, હેલોવિન ગ્રાફિક્સનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે