કે, વિસાવદર નગરપાલીકાની હદમાં પોપટડી નદીના કાંઠે અમુક લેભાગુ તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરીને દુકાનોનું બાંધકામ ચાલુ કરેલ છે. આ મામલે પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયા સાહેબની ઉપસ્થિતિમાં સુજલામ સફલાભ જળ સંચય અભિયાનની રીવ્યુ બેઠકમાં મૌખીક રજૂઆત કરાઈ હતી. ત્યારે નગરપાલીકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસરે બાંહેધરી આપી હતી કે આઠ દિવસમાં દબાણવાળી દુકાનોની બાંધવામાં આવેલખુરશીઓને તોડી પાડવામાં આવશે અને દબાણો દૂર થઈ જશે.

પરંતુ એક માસ જેવો સમય વિત્યા બાદ પણ હજુ દબાણો દૂર થયેલ નથી. તો આ અંગે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ છે. તેમ વિસાવદર શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ ડોબરીયાએ નાયબ કલેકટરને રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.