મહુવામા પૌરાણિક માં ભવાની મંદિરે લાખો ભકતો દર્શને આવતા હોય છે. ઘણા શ્રધ્ધાળુઓ પોતાની માનતા પુરી કરવા દૂર દૂરથી ચાલી આવીને કૂળદેવીને શીશ નમાવતા હોય છે. ત્યારે મંદિર સુધીનો આ રસ્તો ખૂબ સાંકળો હોય જેને પહોળો કરવા અને લાખો ભકતોને રસ્તાની સુવિધા આપવા માંગ ઉઠી છે.

આ પોરાણીક મંદિર મહુવાના રહેવાસીઓ, મુસ્લિમ બિરાદરો પણ આસ્થાભેર માં ના દર્શન કરવા આવે છે. આ ઉપરાંત દરિયાકિનારે બીચ હોય સહેલાણીઓ કુદરતી મજા માણવા પણ આવતા હોય છે. ત્યારે સારો રસ્તો હોવો જરૂરી છે. આ માટે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજુલા સીટીના પૂર્વ પ્રમુખ નગરપાલીકા સેવા સદન દ્વારા મોદી એપમાં રજૂઆત કરી હતી ત્યારે તંત્ર આ ધાર્મિક મંદિરમા ધ્યાન અપે અને રસ્તો પહોળો બનાવવામાં આવે તેવી શ્રધ્ધાળુઓમાં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.