હાલ મચ્છુ-૨ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં માત્ર ૧૪ ગામોનો જ અંશતઃ સમાવેશ, કમાન્ડ વિસ્તાર વધારવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશની ઉચ્ચ કક્ષાએ રજુઆત
મોરબી જીલ્લાની મચ્છુ-૨ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ૧૪ ગામોનો સમાવેશ થાય છે ત્યારે આ યોજનાની કેનાલને લંબાવી કમાન્ડ વિસ્તાર વધારવામાં આવે તો ૫૫ થી પણ વધુ ગામોને ફાયદો થઈ શકે તેમ છે જેથી આ કેનાલ લંબાવવાની કામગીરી કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશના સૌરાષ્ટ્ર વિભાગના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાને રજૂઆત કરી હતી.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશના સૌરાષ્ટ્ર વિભાગના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં મચ્છુ-૨ સિંચાઇ યોજના આવેલી છે જેના કમાન્ડ વિસ્તારમાં હાલ ૧૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા આ સૌની યોજના બનાવીને સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવાની નેમ રાખવામાં આવી છે આ યોજનાના મધર ડેમ તરીકે મચ્છુ-૨ ડેમને રાખવામાં આવ્યો છે ડેમમાંથી બીજા અન્ય ૪૦ ડેમોમાં પાણી જવાનું છે ત્યારે મોરબી વિસ્તારમાં કોઈ જાતની સિંચાઇની સુવિધા ઉપલબ્ધ નથી અને હાલ આ બધા ગામના ખેડૂતો બેહાલ છે ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂતો હિજરત કરી રહ્યા છે ખેતીની જમીન વાવવા કોઈ તૈયાર નથી ખેતી કરવી પોષાતી નથી આ વિસ્તારના મચ્છુ-૨ ના કમાન્ડ વિસ્તારમાં વધારો કરી તેમાં સમાવેશ કરવાની જરૂરિયાત છે.
આ બાબતે લાગુ પડતા ડેમોની કેનાલોમાં ચાંચાવદરડા, તરઘરી, મહેન્દ્રગઢ, ફગસીયા, સરવડ, મોટીબરાર, નાની બરાર, જાજાસર, દૅવગઢ, સોનગઢ દેરાળા, નાના ભેલા, મોટા દહીસરા ,વીરપડા,નાના દહીસરા, ખીરસરા, બોડકી,ઝીંઝુડા,લક્ષ્મીવાસ, વવાણીયા, જસાપર, રાયસંગપર, નવાગામ, યમનપર, બગસરા,ભાવપર, હજનાળી, કુતાંશી, મેઘપર ,ખારચિયા, વર્ષામેડી, મોડપર, કાંતિપૂર, માણેકવાડા, મોટાભેલા, બિલિયા, પીપળીયા, લુટાવદર ,બગથળા, થોરાળા, અમરાપર, નાગલપર, મોટી વાવડી, રાજપર, પંચાસર, કેરાળી, જીવાપર, ધુળકોટ, બાદનપર, ફાટસર, ફડસર, આમરણ, ગાંધીનગર, રામેશ્વર, ગુલાબનગર, ચાચાપર, ખાનપર, નાની વાવડી, માળીયા, રાજપર વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવેતો આ ગામના આ ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે છે.
આ પ્રમાણે કેનાલ લંબાવવાનું કામ કરવાથી આ વિસ્તારના કુલ ૫૫ થી પણ વધારે ગામોને ફાયદો થશે અને આ વિસ્તારની કુલ ૨૫ હજાર હેકટર જમીનને સિંચાઇનો લાભ મળશે તેમજ ૨૫ હજાર લોકોને રોજીરોટી મળશે.તેથી આ કામની તાત્કાલિક સિદ્ધાંતિક મંજૂરી આપી કામ માટેની ઓફિસ મોરબી ખાતે શરૂ કરવામાં આવે તેમજ સર્વેક્ષણ ની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી કામનો અંદાજ બનાવી તેને મંજૂર કરીને કોન્ટ્રાકટરો દ્વારા કામ શરૂ કરાવવામાં આવે તેવી માંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com